Astrology Tips: મધુર મધ ચમકાવશે ભાગ્ય, શનિ દોષ નિવારણ સહિત થશે આટલા ફાયદાઓ

Honey તમારા સ્વાસ્થ્યને તો ફાયદો પહોંચાડે જ છે, પરંતુ તેનાથી સંબંધિત ઉપાયો તમારી ઘણી સમસ્યાઓનો અંત લાવી શકે છે. આવા ચમત્કારિક ઉપાયો વિશે જાણો.

  • Tv9 webdesk41
  • Published On - 13:25 PM, 20 Jan 2021
Astrology Honey Tips honey will shine your fortune will have many benefits
Astrology Honey Tips

Astrology Honey Tips: શિયાળામાં મધ આરોગ્ય માટે એક વરદાન કહેવાય છે. જો નસીબ ચમકાવવું હોય, તો પછી મધના જ્યોતિષીય ઉપાયમાં કોઈ નુકસાન નથી. એક પ્રખ્યાત જ્યોતિષાચાર્ય અનુસાર Honey તમારા સ્વાસ્થ્યને તો ફાયદો પહોંચાડે જ છે, પરંતુ તેનાથી સંબંધિત ઉપાયો તમારી ઘણી સમસ્યાઓનો અંત લાવી શકે છે. આવા ચમત્કારિક ઉપાયો વિશે જાણો.

Honey tips

મધુર મધ ચમકાવશે ભાગ્ય, શનિ દોષ નિવારણ સહિત થશે ફાયદાઓ

1. સકારાત્મક ઉર્જાનો વાસ
મધનો ઉપયોગ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આ માટે ચાંદીના બાઉલમાં મધ ભરો અને પૂજા રૂમમાં મૂકો. આ પ્રયોગથી ઘરમાં સુખ-શાંતિ પણ બને છે.

2. વ્યવસાયની મંદીના ઉપાય
આપના વ્યવસાયમાં મંદી હોય, જેના કારણે કોઈ ફાયદો થતો ન હોય તો મધનો આ ઉપાય તમને નિશ્ચિતપણે નફો આપી શકે છે. આ માટે મધ સાથે દહીં મિક્સ કરો અને તેને નદી અથવા તળાવમાં પ્રવાહીત કરો. આ કરવાથી તમને ધંધામાં લાભ થશે અને તમને નોકરીમાં પણ સારી તકો મળવાનું શરૂ થઈ શકે છે.

3. કલેશ નિવારણ
જો દરરોજ ઘરના સભ્યો વચ્ચે ઝઘડો થતો હોય, જેના કારણે ઘરની શાંતિ સમાપ્ત થઈ રહી હોય, તો તમારે દરરોજ સવારે મધનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં શાંતિ રહેશે, તેમજ માંગલિક દોષથી પ્રભાવિત વ્યક્તિએ મંગળવારે મધ ચાટવું જોઈએ.

4. અતિશય ખર્ચ અને આર્થિક સમસ્યાઓ દૂર થશે
જો તમારા બનેલા કામ બગડી રહ્યા છે અને કુંડળીમાં રાહુ-કેતુ પણ તમને ખલેલ પહોંચાડે છે, તો મધને ચાંદીના વાસણમાં રાખી દો. આમ કરવાથી, તમારું કાર્ય થઈ જશે. આ સાથે ઘરનો વ્યર્થ ખર્ચ પણ સમાપ્ત થવા લાગશે અને આર્થિક સમસ્યા પણ દૂર થશે.

5. શનિ દોષ નિવારણ
જો તમે સાડાસાતી અથવા પનોતીઓથી પરેશાન છો, તો મધને ઘરે માટીના વાસણમાં રાખો. ત્યારબાદ શનિવારે મંદિરે જઇને પ્રસાદ ચડાવો. આમ કરવાથી તમે શનિના ક્રોધથી છૂટકારો મેળવશો. તમે એક બોટલ મધ પણ દાન કરી શકો છો.

6. નોકરીમાં નવી તકો માટેનાં ઉપાય
નોકરીની મુશ્કેલીથી બચવા અથવા નવી તકો મેળવવા માટે રવિવારે મધનું દાન કરો. ઉપરાંત, સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે, પાણીમાં થોડું મધ મિક્સ કરો. આ કરવાથી નોકરીમાં પ્રગતિ થશે અને સમાજમાં તમારું માન પણ વધશે.

7. દેવાથી મુક્તિ
સખત મહેનત પછી પણ પૈસાથી ફાયદો થઈ રહ્યો નથી, તો  ચિંતા કરવાની કંઈ વાત નથી. આ માટે તમે ઘરના પાયામાં મધ દબાવો. આ કરવાથી, તમે માત્ર સખત મહેનતના શુભ પરિણામો મેળવશો અને દેવાની સમસ્યા પણ ધીમે ધીમે દૂર થશે.

આ પણ વાંચો: Guru Govindsingh Jayanti 2021: ક્યારે છે ગુરુ ગોવિંદસિંહ જયંતિ ? જાણો તેમના જીવનની મહત્વપૂર્ણ વાતો