કહેવામાં આવે છે કે દાને દાને પે લીખા હૈ ખાને વાલા કા નામ, ખોરાકનો ક્યારે પણ ના કરવો જોઈએ અનાદર

આપણે સૌ દિવસમાં ઘણી વાર જમતા(MEALS) હોય છે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે, અચાનક જ કોઇ ઘરે આવી જાય છે અને આપણે તેને જમવા બેસાડી દેતા હોય છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 17:00 PM, 22 Jan 2021
Meals should never be disrespected
ભોજન

આપણે સૌ દિવસમાં ઘણી વાર જમતા(MEALS) હોય છે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે, અચાનક જ કોઇ ઘરે આવી જાય છે અને આપણે તેને જમવા બેસાડી દેતા હોય છે. દાને દાને પે લીખા હૈ ખાને વાલા કા નામ. ભોજન ભગવાનનો આપેલો પ્રસાદ છે.

ભોજનને ઈશ્વર(GOD) સમાન માનવામાં આવે છે. અગ્નિ દ્વારા પકાવવામાં આવેલા ભોજન પર સૌથી પહેલા અધિકાર અગ્નિનો હોય છે. ભોજનનો અનાદર ક્યારે પણ ના કરો. એવું કહેવામાં આવે છે કે અનાજના એક દાણાથી કોઈને જીવન પણ આપી શકાય છે. વાસ્તુમાં ખોરાક સાથે સંબંધિત કેટલાક સરળ ઉપાયો બતાવ્યા છે. જે આપણે આપણા જીવનમાં અનુસરવા જોઈએ.

ભોજન લેતા પહેલા તમારે ભગવાનને ભોગ અર્પણ કરવું જોઈએ. અન્નપૂર્ણા માતા, અન્નનાં દેવનો આભાર માનો. કોઈએ સ્નાન કર્યા વિના રસોડામાં જમવાનું ન બનાવવું જોઈએ અને ખોરાક બનાવતી વખતે કુટુંબ સ્વસ્થ રહેવાના વિચાર કરવા જોઈએ. હાથ, પગ અને મોઢું ધોઈને જ હંમેશા ભોજન ગ્રહણ કરવું જોઈએ. ભીના પગ સાથે ભોજન કરવું સ્વાસ્થ્ય માટે સારું રહે છે. થાળીને હાથમાં ઉપાડીને ક્યારે પણ ભોજન ના કરવું જોઈએ. જમીન પર બેસીને જ હંમેશા જમવું જોઈએ. બેડ પર બેસીને ક્યારે પણ જમવું ના જોઈએ. રસોડાને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. ગાય-કુતરા અને પક્ષીઓને ભોજન આપવું જોઈએ. ભોજનનો ક્યારે પણ અનાદર ના કરવો જોઈએ.

મહેમાનોને દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં બેસાડીને ભોજન કરવું જોઈએ. રસોઈ ઘરમાં પાણી પીવાથી ઉતર-પૂર્વ દિશામ રાખવું જોઈએ. કચરાપેટીને હંમેશા રસોડામાંથી બહાર રાખવું જોઈએ.

આ પણ વાંચો: ઈદ પર જ આવશે SALMAN KHANની ફિલ્મ, પરંતુ સિનેમા ઘરના માલિકે રાખવું પડશે આ વાતનું ધ્યાન