રણબીર કપૂર-આલિયાની રણથંભોરમાં સગાઈ? મુંબઈ એરપોર્ટ પર બોલીવુડ હસ્તીઓનો જમાવડો

  • TV9 Webdesk25
  • Published On - 12:20 PM, 30 Dec 2020
ranbir-kapoor-alia-bhatt-get-engaged-today-ranthambore

બોલીવુડમાં આજકાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારે એવી જાણકારી મળી છે,કે કપૂર ફેમિલી જયપુર માટે રવાના થઈ છે. અને તેના થોડા કલાકો બાદ એયરપોર્ટ પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળ્યા. તે બાદ બ્રહ્માસ્ત્રના નિર્દેશક અયાન મુખર્જી પણ જોવા મળ્યા હતા.

અનુમાન એવુ પણ છે, કે બ્રહ્માસ્ત્રનું શુટિંગ પીંક સીટીમાં ચાલી રહ્યુ છે, એટેલે જ આ દિગ્ગજો ત્યાં પહોંચી રહ્યા છે. ત્યારે મહેશ ભટ્ટ , રિદ્ધિમા કપૂર પણ રણથંભોરમાં છે.આ બધા બોલિવુડના દિગ્ગજો અમન હોટલમાં એક સાથે રહેવાના છે. અને નવા વર્ષનું સેલિબ્રેશન આ બધા સાથે કરવાના છે.