Budget 2021: સ્માર્ટફોન, કાર અને ટીવી થશે મોંઘા, આવક જકાત 10% વધી શકે છે

આવક જકાતમાં આ વધારો ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક વાહનોની આવક પર અસર કરી શકે છે, જે સંભવિત રીતે સ્વીડિશ ફર્નિચર નિર્માતા કંપની આઇકિયા અને ટેસ્લાને નુકસાન પહોંચાડી શકે છે.

Budget 2021: સ્માર્ટફોન, કાર અને ટીવી થશે મોંઘા, આવક જકાત 10% વધી શકે છે
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 23, 2021 | 8:33 AM

Budget 2021માં ભારત સરકાર આવક જકાતમાં 5 થી 10 ટકાનો વધારો કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ લિસ્ટમાં કુલ 50 એવી વસ્તુ છે જેના પર આવક જકાત વધારવામાં આવી શકે છે. સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક કોમ્પોનન્ટ, હોમ અપ્લાએન્સ અને અન્ય વસ્તુઓ મોંઘી થઈ શકે છે. સૂત્રો અનુસાર આવક જકાતમાં આ વધારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI)ના આત્મનિર્ભર ભારત અભિયાન પ્રેરિત છે. આત્મનિર્ભર ભારત અભિયાનનો ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન અને સમર્થન કરવું એ છે. સરકાર આ અભિયાનથી સરકાર લગભગ 20 થી 21 હજાર કરોડનું વધારાનું રાજસ્વ પ્રાપ્ત કરવાની આશા રાખી રહી છે.

આવક જકાતમાં વધારાથી આવક જકાતમાં આ વધારો ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક વાહનોની આવક પર અસર કરી શકે છે, જે સંભવિત રીતે સ્વીડિશ ફર્નિચર નિર્માતા કંપની આઇકિયા અને ટેસ્લાને નુકસાન પહોંચાડી શકે છે. ટેસ્લા ભારતમાં કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. જો કે આ જાણકારી આપવામાં આવી નથી કે ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક ગાડીઓ પર આવક જકાત કેટી વધારવામાં આવશે. આઇકિયા અને ટેસ્લા આ પહેલા પણ વસ્તુઓ પર લગાવવામાં આવેલી જકાતથી હેરાન છે. નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતના નાણાપ્રધાન નિર્માલા સિતારમણ 1 ફેબ્રુઆરીએ સરકારનું વાર્ષિક બજેટ રજૂ કરશે. સૂત્રો અનુસાર આવક જકાતમાં હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પણ આવનાર સમયમાં આના પર નિર્ણય લેવામાં આવી શેક છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

વિદેશી કંપનીઓ વિરુદ્ધ ભારત ઔધોગિક ક્ષેત્રના નિષ્ણાંતો અનુસાર હાલના દિવસોમાં ભારતે વિદેશી કંપનીઓ સાથે ભેદભાવ કરનારા અનેક પગલાઓ લીધા છે. પણ બીજી બાજુ સરકારી અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક વ્યવસાયોને સમર્થન અને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારના પગલાં લેવા જરૂરી છે. પાછલા વર્ષે પણ સરકારે પગરખાં, ફર્નિચર, રમકડાં, ઇલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સહિતના ઉત્પાદનોની એક મોટી હરોળ પર 20% આવક જકાત વધારી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">