દક્ષિણ એશિયા બાદ ભારતે હવે આફ્રિકી દેશ મોરક્કો મોકલી CORONA વેક્સિન

વિદેશપ્રધાન એસ. જયશંકરે સંકેત આપ્યો હતો કે આફ્રિકી દેશોના રાજદૂતો સાથે એમની વાતચીતમાં વેક્સિન અને રિકવરી અંગે પણ વાતચીત થી હતી. એમણે એ પણ કહ્યું કે આફ્રિકી દેશ દુનિયાભરમાં વેક્સિનની સંગ્રહખોરીથી ચિંતિત છે.

  • Tv9 webdesk42
  • Published On - 7:36 AM, 24 Jan 2021
After South Asia, India has now sent the African country Morocco to the Corona vaccine

ભારતે પોતાના દક્ષિણ એશિયાના પાડોશી દેશોને CORONA વાયરસની વેક્સિન મોકલ્યા બાદ હવે હવે આફ્રિકામાં પણ કોરોના વેક્સિન મોકલી છે. 22 જાન્યુઆરી શુક્રવારે રાત્રે રોયલ એર મોરોક્કોનું પ્લેન ભારતથી CORONA વેક્સિન લઈને મોરોક્કોને રાજધાની રબાત જવા રવાના થયું. રબાતમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને જાણકારી આપી, “ભારત અને મોરોક્કો વચ્ચે ઉત્કૃષ્ટ સંબંધોની અભિવ્યક્તિમાં દુનિયાના સૌથી મોટા વેક્સિન ઉત્પાદક સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત CORONA વેક્સિનનો પહેલો જથ્થો ભારતથી મોરોક્કો મોકલવામાં આવ્યો છે.”

રબાતમાં ભારતીય દૂતાવાસે પોતાની ટ્વિટના થ્રેડમાં લખ્યું આ વેક્સિન બધા માટે પોસાય તેવી છે. આ અઠવાડિયાના પ્રારંભમાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર આફ્રિકી દેશોના રાજદૂતોને મળ્યા હતા. ત્યારે એમણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી, “અમારી વાતચીતમાં કોવિડ રિકવરી, વેક્સિન, હવાઈ યાત્રા અને ડિજિટલ અનુભવ સામેલ હતા. સાથે જ ભારતની વર્તમાન પ્રાથમિકતા અને પડકારો અંગે પણ વાતચીત કરવામાં આવી.”

આફ્રીકી દેશો વેક્સિનને સંગ્રહખોરીથી ચિંતિત
વિદેશપ્રધાન એસ.જયશંકરે IAFSમાં ભારતના હિતોને લઈને આશ્વાસન આપ્યું હતું. વિદેશપ્રધાન એસ. જયશંકરે સંકેત આપ્યો હતો કે આફ્રિકી દેશોના રાજદૂતો સાથે એમની વાતચીતમાં વેક્સિન અને રિકવરી અંગે પણ વાતચીત થી હતી. એમણે એ પણ કહ્યું કે આફ્રિકી દેશ દુનિયાભરમાં વેક્સિનની સંગ્રહખોરીથી ચિંતિત છે.

સંગ્રહખોરીથી વધી શકે છે ગરીબ દેશોની ચિંતા
કેનેડાએ દરેક વ્યક્તિ દીઠ વેક્સિનના પાંચ ડોઝ આપવા સુધીની વેક્સિનનો સંગ્રહ કર્યો છે. અન્ય પશ્ચિમી દેશોએ પણ વેક્સિન નિર્માતાઓ પાસેથી પોતાની જરૂરિયાત કરતાં વધારે ડોઝને રિઝર્વ કરાવ્યા છે અથવા તો એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. વિદેશપ્રધાન એસ.જયશંકરે કહ્યું કે વેક્સિનની આ પ્રકારે સંગ્રહખોરીથી ગરીબ દેશોની ચિંતા વધી શકે છે.