કોરોનાએ માથું ઉચક્યું, તો રાજ્યો વચ્ચેની દીવાલો ઉંચી થઇ, જાણો આવન જાવનમાં શું આવ્યા ફેરફાર

કોરોનાના કેસમાં ફરી એક વાર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના પ્રભાવી રાજ્યોના પડોસી રાજ્યોએ પણ આવન જાવનના નિયમોમાં કડકાઈ વર્તી રહ્યા છે.

  • tv9 webdesk37
  • Published On - 11:44 AM, 23 Feb 2021
Check post in Gujarat border and Karnataka asking for the negative report
બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી

છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. અને દેશમાં સંક્રમણની બીજી લહેર જોવા મળી રહી છે છે. મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોના ઘણા વિસ્તારોમાં લોકડાઉનની પરિસ્થિતિઓ છે. હવે અન્ય રાજ્યોએ પણ તેમનાથી દુરી બનાવવાનું શરૂ કર્યું છે. પડોશી રાજ્યોએ મુસાફરો પર નિયમો અને શરતો લાદવાનું શરૂ કર્યું છે. કેટલાકએ ચેક પોસ્ટ્સ મૂકી છે, કેટલાક લોકોને નેગેટીવ રીપોર્ટ સાથે જ આવવાની મંજૂરી આપી રહ્યા છે.

ગુજરાત સરકારે પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ પર ચેકપોસ્ટ મૂકી છે. આ રાજ્યોમાંથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવાનું શરૂ કર્યું છે. આ બંને રાજ્યોથી આવતા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે. કે તેમનામ કોરોનાનાં કોઈ લક્ષણો છે કે કેમ. એવા લોકોને જ રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બીજી તરફ, મધ્યપ્રદેશના ગૃહ વિભાગે ભોપાલ, ઈન્દોર, હોશંગાબાદ, બેતુલ, સિઓની, છીંદવારા, બાલાઘાટ, બરવાની, ખંડવા, ખરગાંવ, બુરહાનપુર, અલીરાજપુર અને મહારાષ્ટ્રની સરહદે આવેલા જિલ્લાના કલેકટરોએ એક બેઠક બોલાવવા જણાવ્યું છે.

બીજી તરફ કર્ણાટક પહેલાથી જ મહારાષ્ટ્ર અને કેરળથી આવતા લોકો માટે ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટ રીપોર્ટ ફરજીયાત કરી ચુક્યું છે. હવે કલબુર્ગી જિલ્લા વહીવટીતંત્રે મહારાષ્ટ્ર જતા લોકો માટે સલાહ નોટ જારી કરી છે. જિલ્લામાં મહારાષ્ટ્ર સરહદ પર પાંચ ચેકપોસ્ટ મુકવામાં આવી છે. મહારાષ્ટ્રથી કર્ણાટક આવતા લોકોને અહીં નેગેટીવ આરટી-પીસીઆર રીપોર્ટ બતાવવો જરૂરી છે. કર્ણાટકે કેરળથી આવતા લોકો માટે પણ આ જ નિયમ લાગુ કર્યો છે.

આ દરમિયાન કેરળના સીએમ પી વિજ્યને કર્ણાટક દ્વારા અનેક સરહદો બંધ કરવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. વિજયન સોમવારે કહ્યું કે કેરળથી કર્ણાટક જતા ઘણા સરહદ રસ્તા બંધ કરવાની વાત કેન્દ્ર સરકાર સમક્ષ લઇ જવામાં આવશે. વિજ્યને કહ્યું કે કર્ણાટકના ડીજીપીએ ખાતરી આપી છે કે આવશ્યક માલ વહન કરતા વાહનોને આ નિયમથી મુક્તિ આપવામાં આવશે.