પાકિસ્તાને ચીન, ઓક્સફર્ડ, રશિયાની વેક્સિનને મંજૂરી આપી, પણ કોઈ પાકિસ્તાનને વેક્સિન આપતુ નથી

પાકિસ્તાન સરકારે રશિયાની કોવિડ રસી સ્પુટનિક વી ને કટોકટી ઉપયોગને પણ મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાને માન્ય કરેલી આ ત્રીજી રસી છે,પણ કોઈએ હજુ સુધી રસી આપી નથી.

  • Hardik Bhatt
  • Published On - 15:44 PM, 24 Jan 2021
Pakistan approves vaccines from China, Oxford, Russia, but no vaccines given to Pakistan
IMRANKHAN PAKISTAN

ભારત, અમેરિકા, યુકે, ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વિરુદ્ધ રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. ભારત પાડોશી દેશોને પણ રસી ભેટ મોકલી રહ્યું છે, પરંતુ પડોશી દેશ હજી આ રાહ જોઇ રહ્યું છે કે રસી કોણ આપશે. થોડા દિવસો પહેલા પાકિસ્તાને કહ્યું હતું કે ચીન પોતાની સિનોફાર્મ રસી આપવા જઈ રહ્યું છે અને હવે ઇસ્લામાબાદ પણ ઇમર્જન્સી માટે રશિયન બનાવટની રસી સ્પુટનિક વીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ચુકી છે પરંતુ સવાલ એ છે કે પાકિસ્તાનને આ રસી ક્યારે મળશે?
પાકિસ્તાનની વેબસાઇટ, ડોન ડોટ કોમ અનુસાર, દેશની સરકારે રશિયાની કોવિડ રસી સ્પુટનિક વી ને કટોકટી ઉપયોગને પણ મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાને માન્ય કરેલી આ ત્રીજી રસી છે પરંતુ રસીકરણ પ્રક્રિયા હજી ત્યાં શરૂ થઈ નથી. તેનાથી વિપરિત, 3 જાન્યુઆરીએ ભારતમાં કટોકટીના ઉપયોગ માટે બે રસીઓને મંજૂરી આપવામાં આવી હતી અને 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ શરૂ થયું હતું. એટલું જ નહીં, 20 જાન્યુઆરીથી ભારતે તેના પડોશીઓને રસી મોકલવાનું શરૂ કર્યું.
ગયા અઠવાડિયે, પાકિસ્તાનની દવા નિયમનકારી સંસ્થાએ ઓક્સફર્ડ એસ્ટ્રેઝેનેકા રસીને મંજૂરી આપી હતી અને તે પહેલાં પાકિસ્તાનમાં ચીની બનાવટ સિનોફાર્મ રસીને મંજૂરી આપવામાં આવી હતી. જયારે ભારત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પુણે સેન્ટરમાં ઓક્સફર્ડ-એસ્ટ્રેજેન્કા રસી ઉત્પન્ન કરવા માટે આત્મનિર્ભર રહ્યું છે, ત્યારે ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી દેશી કોરોના રસી હવે સલામત માનવામાં આવે છે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ આ અઠવાડિયે જાહેરાત કરી હતી કે ચીને 31 જાન્યુઆરી સુધીમાં કોરોના રસીના 5 લાખ ડોઝ પાકિસ્તાનને મોકલવાનું વચન આપ્યું છે. પાકિસ્તાને સૌથી પહેલા ચીની રસી વાપરવાની મંજૂરી આપી હતી, પરંતુ હજી સુધી આ રસી ઇસ્લામાબાદ પહોંચી નથી.
તે જ સમયે, ઓક્સફર્ડ-એસ્ટર્ઝેન્કા રસીના ભાવ પાકિસ્તાનના પહેલાથી ખાલી ખિસ્સામાં છેદ કરી શકે છે. ખરેખર, જો પાકિસ્તાનને આ રસી મળે છે, તો તેણે એક રસી માટે 6 થી 7 ડોલર ચૂકવવા પડશે જે પાકિસ્તાની રૂપિયામાં 1125 રૂપિયા સુધી કિંમત થાય છે. આ સિવાય ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાએ હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે તેઓ આ રસી કેટલા સમયમાં પાકિસ્તાન મોકલી શકશે.
આ મૂંઝવણનો સામનો કરીને પાકિસ્તાને હવે રશિયાની સ્પુટનિક વી રસીને મંજૂરી આપી દીધી છે. ડોન ન્યૂઝ અનુસાર, પાકિસ્તાને તેની 70 ટકા વસ્તીને રસીકરણ કરવાનું લક્ષ્યાંક બનાવ્યું છે.