ગુજરાતનાં ટોપ મોસ્ટ 10 ડોનની કરમ કુંડળી

  • Pinak Shukla
  • Published On - 14:50 PM, 4 Jun 2020
http://tv9gujarati.in/gujarat-na-top-m…-ni-karam-kundli/
http://tv9gujarati.in/gujarat-na-top-m…-ni-karam-kundli/

ગુજરાતમાં 1980ના સમયગાળાથી લઈને વર્ષ 2020 સુધી ક્રાઈમ સતત વધતો રહ્યો છે. એક ગુના સાથે એક ડોન એ આજથી બે ત્રણ દાયકા પહેલાની તાસીર રહી હતી. અબ્દુલ લતીફથી લઈ ગુજરાતે વિશાલ ગોસ્વામી સુધીના ગુનેગાર જોઈ લીધા છે. ગુનાને અંજામ આપનારા બદલાતા રહ્યા છે પણ ગુનેગારોની માનસિક્તા તો એ જ ગુનાહિત રહી છે. આવા ગુનેગારોને નજીકથી ઓળખનારા કે પછી તેમના હાથે એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા અધિકારીઓની વાત કરીએ, તમામે એક વાત તો સ્વીકારી છે કે ગુનાખોરીનો અંજામ તો છેલ્લે જેલ જ છે કે પછી કફન. ગુજરાતના દસ ડોનની આ કહાનીમાં પણ કઈક એવું જ છે કે જે ભલે બહારના રાજ્યમાંથી આવ્યા હોય પણ ગુનાનું સ્થળ ગુજરાતને પસંદ કર્યું હતું.જો કે પોલીસે વરતેલી કડકાઈના પ્રતાપે આજે ગુજરાત ઘણાં મોટા ડોન કે ગુનેગારોની પકડમાંથી રાહત મેળવી શક્યું છે.