Surat: લો બોલો ! સુરતમાં પોલીસ જ આરોપીનાં કઠેડામાં? CCTV લગાવડાવ્યા પણ ચૂકવણી બાકી

કોરોના કાળમાં ક્લસ્ટર વિસ્તારમાં લોકો પર નજર રાખવા અને સ્થિતીને કાબૂમાં રાખવા પોલિસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવાયા હતા

  • tv9 webdesk39
  • Published On - 9:47 AM, 24 Jan 2021

સુરતમાં એક વ્યક્તિએ કમિશ્નર કચેરીમાં પોલીસ સામે જ ફરિયાદ નોંધાવી છે, અમરોલી પોલીસે CCTV લગાવ્યા પરંતુ હજુ સુધી તેના રૂપિયા ચુકવ્યા નથી, રૂપિયા 1.47 લાખના સીસીટીવી લોકડાઉન દરમિયાન ક્લસ્ટર વિસ્તારમાં લગાવ્યા હતા, ફરિયાદીનો આક્ષેપ છે કે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં રૂપિયા ન હોવાથી ઘણા સમયથી ચુકવી દઇશું તેમ કહ્યું પરંતુ હજુ સુધી રૂપિયા ચુકવ્યા નથી, વેપારીએ સુરત પોલીસ કમિશનરને આ બાબતે ફરિયાદ કરી છે

કોરોના કાળમાં ક્લસ્ટર વિસ્તારમાં લોકો પર નજર રાખવા અને સ્થિતિને કાબૂમાં રાખવા પોલિસ દ્વારા સમગ્ર વિસ્તારમાં CCTV કેમેરા લગાવાયા હતા. આ સીસીટીવીનું બીલ પોલીસ વિભાગે ન ભરતા પોતાના પૈસા લેવા પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા મજબૂર વ્યક્તિએ છેવટે કમિશ્નર કચેરી ખાતે ફરિયાદ નોંધાવી, પોલીસ વિભાગ દ્વારા વારંવાર વાયદા કરવા છતાં ચૂકવણી ન કરતા છેવટે મજબૂર થઇ ફરિયાદ નોંધાવી જેણે સરકારી તંત્રની પોલ ખોલી નાંખી.