જાણો NEET PG 2021 પરીક્ષા માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરશો

NEET PG 2021 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરુ થઈ રહી છે. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે યોજાનારી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (National Eligibility cum Entrance Test) માટે આજે બપોરે 3 વાગ્યાથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરુ થઈ રહી છે.

  • Tv9 Webdesk22
  • Published On - 14:48 PM, 23 Feb 2021
Know How to register for NEET PG 2021 exam

NEET PG 2021 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરુ થઈ રહી છે. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે યોજાનારી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (National Eligibility cum Entrance Test) માટે આજે બપોરે 3 વાગ્યાથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરુ થઈ રહી છે. NEET PG 2021 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાની છેલ્લી તારીખ 15 માર્ચ 2021 છે. MD/ MS/ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સમાં એ઼ડમિશન માટે ઈચ્છુક ઉમેદવાર NBEની ઓફિશિયલ વેબસાઈટ nbe.edu.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે.

 

NEET PG 2021 પરીક્ષા 18 એપ્રિલથી આયોજિત કરવામાં આવશે. આ પરીક્ષા કમ્પ્યૂટર આધારિત હશે. આ પરીક્ષાનું રિઝલ્ટ 31 મેના રોજ જાહેર કરી શકાય તેમ છે. NEET PG 2021 પરીક્ષા માટે વિદ્યાર્થીઓ એપ્લાઈ કરી શકે છે. જેમની પાસે એમબીબીએસની ડિગ્રી અથવા મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાથી માન્યતા પ્રાપ્ત પ્રોવિઝનલ એમબીબીએસ સર્ટિફિકેટ છે. ઉમેદવારોએ 20 જૂન પહેલા ઈન્ટર્નશીપ પૂરી કરવી જરુરી છે.

NEE PG 2021 માટે આ રીતે કરો રજિસ્ટ્રેશન 

સ્ટેપ 1-  ઓફિશિયલ વેબસાઈટ nbe.edu.in પર જાઓ.

સ્ટેપ 2 – ત્યારબાદ વેબસાઈટ પર આપવામાં આવેલી રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3 – રજિસ્ટ્રેશન કરી લોગઈન જનરેટ કરો.

સ્ટેપ 4 – હવે પોતાનું એપ્લિકેશન ફોર્મ ભરો.

સ્ટેપ 5–  ફોટો અને સહી અપલોડ કરો.

સ્ટેપ 6– રજિસ્ટ્રેશન ફી સબમિટ કરો.

સ્ટેપ 7– એપ્લિકેશનની તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પ્રિંટ લઈ લો.

 

આ પણ વાંચો: Indian Navy Recruitment 2021: ટ્રેડ્સમેન મેટ માટે અરજી, 1,159 પોસ્ટ પર Vacancy