દુનિયાની સૌથી મોંઘી Coffee માં સામેલ છે આ કોફી, કિંમત જાણીને ચોંકી જશો

ચાના શોખીનોની સાથે-સાથે કોફીના (Coffee) શોખીનો પણ હોય છે. કોફીના શોખીનો માટે આ ખબર ઘણી શોકિંગ લાગી શકે છે. આજે અમે તમને એવી કોફી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે બહુ જ મોંઘી છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 12:22 PM, 24 Feb 2021
This coffee is included in the most expensive coffee in the world, you will be surprised to know the price
Coffee

ચાના શોખીનોની સાથે-સાથે કોફીના (Coffee) શોખીનો પણ હોય છે. કોફીના શોખીનો માટે આ ખબર ઘણી શોકિંગ લાગી શકે છે. આજે અમે તમને એવી કોફી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે બહુ જ મોંઘી છે.

પૂર્વી સિંહભૂમ અને દલમા અને ઘાટશીલાના જંગલોમાંથી દુર્લભ સિવેટ કૈટ મળી છે. અનેક ખૂબીઓથી ભરેલી સિવેટ કૈટ શ્રીલંકા અને આફ્રિકા સિવાય દક્ષિણ ભારતના જંગલોમાંથી મળે છે. ઝારખંડમાં તાજેતરમાં બે સિવિટ કૈટ મળવાથી વન વિભાગ ઉત્સાહિત છે.

તેના મળથી વિશ્વની સૌથી મોંઘી કોફી બને છે. તેના મળમાંથી બનાવેલ એક પાઉન્ડ (453 ગ્રામ) કોફીની કિંમત 40 થી 50 હજાર રૂપિયા હોય છે. જેની એક કિલોગ્રામની કિંમત આશરે એક લાખ રૂપિયા છે.

સિવેટ કૈટને કસ્તુરી બિલાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પાછળનું કારણ છે તેનાથી નીકળતી કસ્તુરીની સુગંધ છે. તેના શરીરમાં એક ગ્રંથિ છે જેમાંથી ગાઢ, સુગંધિત, પીળી સામગ્રી બહાર આવે છે, જે કસ્તુરી જેવી સુગંધ આપે છે. તેમાંથી બનાવેલ પરફ્યુમ એકદમ મોંઘો છે.

જંગલમાં મળનારી કોફી અને ચેરીના ફળને સિવેટ કૈટ ખાઈ જાય છે આ બાદ તેને પચાવી તો લે છે પરંતુ બીજ મળ સાથે બહાર આવે છે. બીજ મળમાંથી અલગ કરી પ્રક્રિયા કરવામાં આવે છે. તેને ધોઈને શેકવામાં આવે છે. પછી તેને પીસીને કોફી બનાવવામાં આવે છે. સાઉદી અરેબિયા, દુબઇ, યુએસએ, યુરોપ વગેરે દેશોમાં સિવેટ કોફીની ભારે માંગ છે.