31 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી કરશે રાજકોટ AIIMSનું ખાતમુહૂર્ત, 5000થી વધુ જરૂરી સ્ટાફની ભરતી પૂર્ણ

  • Pinak Shukla
  • Published On - 12:13 PM, 30 Dec 2020
31 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી કરશે રાજકોટ AIIMSનું ખાતમુહૂર્ત, 5000થી વધુ જરૂરી સ્ટાફની ભરતી પૂર્ણ

ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટને ફાળવવામાં આવી છે જેનું ખાતમુહૂર્ત 31 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં થશે. 750 બેડની એઈમ્સમાં અનેક વિભાગો તેમજ શૈક્ષણિક કાર્ય શરુ થશે ત્યારે સમગ્ર એઇમ્સના સંચાલન માટે 5000થી વધુનો સ્ટાફની ભરતી કરી દેવાઇ છે. ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ ઓપીડીથી લઈ ટ્રોમા સુધી ઇમરજન્સી કેસને હેન્ડલ કરવામાં આવશે. 200 એકર જગ્યામાં નિર્માણ થનાર એઈમ્સમાં તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે કોલેજ પણ કાર્યરત થશે. બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ , ફાર્મસી, કિચન, લોન્ડરી, મેડિકલ ગેસ, સહિતના વિભાગોમાં સ્કિલ્ડ અને અનસ્કીલ્ડ સ્ટાફની જરૂરિયાત ઉભી થશે. શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર, તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની પણ જરૂરિયાત મોટા પાયે થશે. આ ઉપરાંત સિક્યોરિટી, ભોજન, સફાઈ સહીત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે. રાજકોટ ખાતે મોટાપાયે રોજગારીનું સર્જન થશે, જેનું ચયન ટૂંક સમયમાં કરવામાં આવશે.

31મી ડિસેમ્બરે PM મોદી કરશે રાજકોટ AIIMSનું ખાતમુહૂર્ત, 5000થી વધુ નોકરીઓનું થશે સર્જન
ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટને (AIIMS, Rajkot) ફાળવવામાં આવી છે જેનું ખાતમુર્હુત 31 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં થશે. 750 બેડની એઈમ્સમાં અનેક વિભાગો તેમજ શૈક્ષણિક કાર્ય શરુ થશે ત્યારે સમગ્ર એઇમ્સના સંચાલન માટે 5000થી વધુનો સ્ટાફ જરૂરીની ભરતી કરી દેવાઇ છે

ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ ઓપીડીથી લઈ ટ્રોમા સુધી ઇમરજન્સી કેસ ને હેન્ડલ કરવામાં આવશે, 200 એકર જગ્યામાં નિર્માણ થનાર એઈમ્સમાં તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે કોલેજ પણ કાર્યરત થશે . બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ , ફાર્મસી, કિચન, લોન્ડરી, મેડિકલ ગેસ, સહિતના વિભાગોમાં સ્કિલ્ડ અને અનસ્કીલ્ડ સ્ટાફની જરૂરિયાત ઉભી થશે. શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર, તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની પણ જરૂરિયાત મોટા પાયે થશે.

આ ઉપરાંત સિક્યોરિટી, ભોજન, સફાઈ સહીત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે. રાજકોટ ખાતે મોટાપાયે રોજગારીનું સર્જન થશે, જેનું ચયન ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ શ્રમદીપ સિંહાએ ઉમેર્યું હતું. મહત્વનું છે કે, એઇમ્સનું નિર્માણ 2022 સુધીમાં થઈ જશે તેવી શકયતા છે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા તબક્કા વાર કરવામાં આવશે

વિશાળ જગ્યામાં નિર્માણ પામનાર એઇમ્સની બિલ્ડીંગ નિર્માણ સહિત કાર્યવાહી જલ્દી પૂર્ણ કરવામાં આવશે આ ઉપરાંત એઇમ્સ પહોંચવા રસ્તાઓની ફ્રીકવન્સી વધારવામાં આવશે તો એઇમ્સની બાજુના ખંઢેરી રેલવે સ્ટેશનને વિકસાવવામાં આવશે તેમજ એઇમ્સથી હીરાસર એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર પણ બનવવામાં આવશે.જે રીતે એઇમ્સમાં ભરતી પ્રક્રિયા કરાશે તેનાંથી ઘણા લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી મળશે. એઇમ્સના અલગ અલગ બિલ્ડીંગોમાં જરૂરિયાત મુજબ સ્ટાફ તેમજ અન્ય ક્ષેત્રોમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે જેમાં ઘણી ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે.