રાજકોટમાં કૃષિ બીલના વિરોધમાં ધરણાંની મંજૂરી ના મળી, ખેડૂત આગેવાનોની અટકાયત

કેન્દ્રીય કૃષિબીલના વિરોધમાં રાજકોટ (Rajkot)માં આવતીકાલે યોજાનાર ખેડૂત સંમેલન પહેલા ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

  • tv9 webdesk33
  • Published On - 17:43 PM, 21 Jan 2021
Rajkot protest against agriculture bill not approved By Police detention of farmer leaders
File Photo

કેન્દ્રીય કૃષિબીલના વિરોધમાં રાજકોટ (Rajkot)માં આવતીકાલે યોજાનાર ખેડૂત સંમેલન પહેલા ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. આજે ખેડૂત આંદોલનની મંજૂરી માટે પાલ આંબલિયા, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને વશરામ સાગઠિયા સહિતના ખેડૂત આગેવાનો રાજકોટ જિલ્લા પંચાયત ખાતે ધરણાં કરે તે પહેલા પોલીસે અટકાયત કરી હતી.

 

તમામ આગેવાનોને પોલીસે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યાં, ત્યાં પણ તમામ આગેવાનો ધરણાં પર બેઠા હતા જ્યાંથી પોલીસ તમામ આગેવાનોને અન્ય સ્થળે લઈ જવામાં આવ્યા હતા. પાલ આંબલિયાએ આરોપ કર્યો હતો કે સરકાર સત્તાનો દુરપયોગ કરે છે, આવતીકાલે ખેડૂત આંદોલન થશે તેવો દાવો કર્યો હતો.

 

આ પણ વાંચો: NCBએ દાઉદના સૌથી મોટા સપ્લાયરને ત્યાં કરી રેડ, કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સ અને કેટલાક શસ્ત્રો પણ જપ્ત