એક Apple ખાવાથી કયારે પણ નહીં થાય આ બીમારી, જાણો શું છે Appleના ફાયદા

સફરજન વિષે લોકોનું કહેવું છે કે, સફરજન ખાનારા વ્યક્તિ કયારે પણ બીમાર પડતા નથી. આ પહેલા પણ ઘણા સંશોધનમાં ખુલાસો થયો છે કે સફરજન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 11:56 AM, 22 Feb 2021
Eating an Apple will never cause this disease, know what are the benefits of Apple
Apple

સફરજન (Apple) વિષે તો આપણે સૌ સાંભળીએ છીએ. સફરજનથી તમે ઘણી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો. દરરોજ એક સફરજનનું (Apple) સેવન કરવાથી કયારે પણ ડોક્ટર પાસે નહીં જવું પડે. આ વાત બહુ જ સાચી છે. સફરજનમાં ઘણા એવા સારા ગુણ છે. જે સ્વાથ્ય સારું રાખે છે.

સફરજન વિષે લોકોનું કહેવું છે કે, સફરજન ખાનારા વ્યક્તિ કયારેય પણ બીમાર પડતા નથી. આ પહેલા પણ ઘણા સંશોધનમાં ખુલાસો થયો છે કે સફરજન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. સફરજન ખાવાથી તમારી સ્મરણશક્તિ વધે છે. આ શોધ અનુસાર સફરજનમાં ઘણા એવા તત્વો હોય છે જે તમારી યાદશક્તિ વધારે છે. આ શોધ અનુસાર સફરજનમાં ઘણા એવા તત્વો હોય છે જે તમારા મગજ માટે ફાયદાકારક હોય છે. સફરજનમાં અલ્ઝાઈમર્સ અને ડિમેંશિયા જેવા તત્વો હોય છે જેનાથી ઘણી બીમારી સામે રક્ષણ મેળવી શકાય છે.

જાણો સફરજનના ફાયદા

વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર સફરજનની છાલમાં કવર્સેટિન નામનું તત્વ હોય છે. તેથી સફરજનને છાલ સાથે ખાવું જ વધારે ફાયદેમંદ છે. સફરજન ખાવાથી હ્ર્દય રોગનો ખતરો ઓછો થાય છે. આ દાવો 20 હજારથી વધુ લોકોના સંશોધનમાં થયો છે. સફરજનમાં એન્ટીઓક્સીડન્ટ અને ફ્લેવોનોઈડ્સ જેવા તત્વો હોય છે. જે કેન્સરને ફેલાતા રોકી શકે છે.

બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સફરજન ફેફસાને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી થાય છે જે લોકો અઠવાડિયામાં 5 સફરજન ખાઈ છે તેના ફેફસા સારા રહે છે.