એસિડિટીથી છો પરેશાન ? તો અપનાવો આ આયુર્વેદિક ઉપચાર અને મેળવો છુટકારો

  • tv9 webdesk37
  • Published On - 14:34 PM, 29 Dec 2020
Are you bothered by acidity? So adopt this ayurvedic treatment and get rid of it

એસીડીટી

પેટમાં એસિડિટી અથવા બળતરાની સમસ્યા સામાન્ય છે. આજની જીવનશૈલી અને ખોરાકના કારણે એસીડીટીની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં અરડૂસી ફાયદાકારક નીવડે છે. તે પેટમાં રહેલ એસિડનું પ્રમાણ ઘટાડે છે. અરડૂસીનો પાવડર, આંબળાનો પાવડર, અને જેઠીમધનો પાવડર સમાન પ્રમાણમાં મિક્સ કરીને તેનું રોજ સેવન કરવામાં આવે તો એસીડીટીમાં રાહત મળે છે.

અરડૂસી

અરડૂસીના પત્તા, ફૂલ, મૂળ, અને છાલને આયુર્વેદમાં હઝારો વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ, સોજો ઘટાડવા અને લોહી શુદ્ધિકરણના ગુણધર્મો છે. સામાન્ય રીતે અસ્થમા, શરદી અને ખાંસી જેવી શ્વાસની સમસ્યાઓમાં રાહત મળે છે. તેમજ આનો ઉપયોગ એસીડીટીમાં પણ ફાયદાકારક નીવડે છે. અરડૂસીના આ ઉપરાંત ઘણા ફાયદા છે. શરદી-ખાંસીમાં રાહત આપે છે. વાયરસ સંક્રમણથી બચાવે છે. તેમજ ગાળાના દુખાવા અને સાંધાના દુખાવામાં પણ અરડૂસી અસરકારક છે. તો આજથી જ સેવન કરો અરડૂસીનું અને એસીડીટીથી મેળવો છુટકારો.