જો તમારા બાળકની Height છે નીચી, તો તમારા માટે છે આ રામબાણ ઈલાજ

આજકાલ ખરાબ લાઈફસ્ટાઇલને કારણે બાળકો પર ખરાબ અસર પડે છે. ખાવા-પીવામાં બરાબર ધ્યાન ના રહેવાને કારણે શરીરનો વિકાસ થતો નથી પરંતુ તેની અસર હાઈટ (Hight) પર પડે છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 13:06 PM, 19 Feb 2021
If your baby's Height is Low, this is the agave cure for you

આજકાલ ખરાબ લાઈફસ્ટાઇલને કારણે બાળકો પર ખરાબ અસર પડે છે. ખાવા-પીવામાં બરાબર ધ્યાન ના રહેવાને કારણે શરીરનો વિકાસ થતો નથી પરંતુ તેની અસર હાઈટ (Height) પર પડે છે. ઓછી હાઈટને કારણે ઘણીવાર બાળકો મજાક બની જતા હોય છે જે તેના આત્મવિશ્વાસને ઘટાડે છે.

પરંતુ નાની હાઈટ માટે અન્ય કારણ પણ હોય શકે છે. નીચી હાઈટ પાછળ પોષણની કમી મુખ્ય કારણ પૈકી એક માનવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું જે તમારે બાળકની ડાયટમાં અચૂક સામેલ કરવું જોઈએ. જે બાળકના શરીરને હૃષ્ટપુષ્ટ બનાવે છે આ સાથે જ હાઈટ વધારવામાં પણ મદદ કરે છે.

અશ્વગંધા: અશ્વગંધ આયુર્વેદમાં ઔષધીય ગુણધર્મોનો ખજાનો માનવામાં આવે છે. તેનો ઉપયોગ ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે થાય છે. બાળકોના આહારમાં તેના પાવડરનો સમાવેશ કરવાથી તેમના શરીરમાં મજબૂત અને સુદ્રઢ બને છે. સાથે સાથે લંબાઈ પણ વધુ સારી હોય છે. પરંતુ તે તબીબી પરામર્શ પછી જ બાળકોને આપવું જોઈએ.

સોયાબીન : બાળકોના આહારમાં સોયાબીન શામેલ કરો. સોયાબીનમાં પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે જે શરીરના વિકાસ માટે જરૂરી છે. પ્રોટીન હાડકાં અને સ્નાયુઓના નિર્માણ અને વિકાસમાં મદદ કરે છે. આ કિસ્સામાં તે ઊંચાઈ વધારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.

ઈંડા: ઇંડા બાળકોની ઊંચાઈ વધારવા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે ઇંડા પ્રોટીનનો સ્રોત, તેમજ રાઇબોફ્લેવિન માનવામાં આવે છે. આ બંને શરીરના વિકાસ માટે સારા માનવામાં આવે છે.

દૂધ: આપણે આપણા બાળપણમાં એમ કહેતા સાંભળ્યા હશે કે જો તમારે જલ્દી મોટા થવું હોય તો દૂધ પીવો. ખરેખર, દૂધને કેલ્શિયમનો સોર્સ માનવામાં આવે છે. તે શરીરના હાડકાંનો વિકાસ કરે છે. હાડકાના સમૂહ અને હાડકાની ઘનતાના વિકાસમાં મદદ કરે છે. શરીરના વિકાસ માટે હાડકાંનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સ્થિતિમાં એમ કહી શકાય કે દૂધ બાળકોની લંબાઈ વધારવામાં મદદ કરે છે.

આખા અનાજ: બાળકોને આખા અનાજ ખવડાવવાની ટેવ બનાવો. તમે તેને સ્પ્રાઉટ્સ તરીકે આપી શકો છો. તે ઘણા પ્રકારના માઇક્રો પોષક તત્વોથી સમૃદ્ધ છે. આ ખાવાથી, બાળકોના શરીરમાં કેલ્શિયમ, વિટામિન, કોપર, મેંગેનીઝ, ઝીંક અને આયર્ન જેવા બધા પોષક તત્વોથી ભરપૂર છે. આ તેમની વૃદ્ધિને અસર કરે છે.

આંબળા: વિટામિન સીથી ભરપૂર આંબળા પણ ઊંચાઈ વધારવામાં મદદગાર માનવામાં આવે છે. તે શરીરમાં હોર્મોન્સને સંતુલિત કરે છે અને મનને વધારે તીવ્ર બનાવે છે.