ડુંગળીની છાલ પણ સ્વાસ્થ્ય માટે છે ગુણકારી, હાર્ટ એટેકથી સ્કિનની તકલીફોમાં આપે છે લાભ

આપણામાંના મોટાભાગના લોકો ડુંગળીની છાલને કચરો ગણીને ફેંકી દે છે. પરંતુ ડુંગળીની છાલમાં ઘણા પોષક તત્વો હોય છે. જે આરોગ્યની સાથે ત્વચાની સુંદરતામાં પણ લાભદાયી છે.

  • tv9 webdesk37
  • Published On - 16:02 PM, 22 Jan 2021
Onion peel is also beneficial for health, know its benefits
ડુંગળીની છાલ પણ ગુણકારી

આપણામાંના મોટાભાગના લોકો ડુંગળીની છાલને કચરો ગણીને ફેંકી દે છે. પરંતુ ડુંગળીની છાલમાં ઘણા પોષક તત્વો હોય છે. જે આરોગ્યની સાથે ત્વચાની સુંદરતામાં પણ લાભદાયી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ છાલમાં વિટામિન એ, સી, ઇ તેમજ ઘણા એન્ટીઓકિસડન્ટો હોય છે. ઉપરાંત ડુંગળીની છાલમાં ક્વેર્સિટિન વધુ માત્રામાં જોવા મળે છે, જે બ્લડ પ્રેશર ઘટાડવા અને ધમની સાફ કરવામાં મદદરૂપ થાય છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.

સોજા અને કેન્સરથી બચાવે છે
એક અધ્યયન મુજબ ડુંગળીની છાલમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તેમજ ડુંગરીની છાલમાં ફલેવોનોઈડ્સ, ક્યુરેસેટિન અને ફિનોલિક હોય છે જે શરીરમાં થતા સોજા અને કેન્સર જેવી સમસ્યાઓથી બચાવવા માટે ખૂબ જ અસરકારક છે.

ગળાની સમસ્યામાં રાહત
જો ડુંગળીની છાલને પાણીમાં ઉકાળીને એ પાણી પીવામાં આવે તો તેનાથી ગળાનો દુ:ખાવો દુર થાય છે અને અન્ય સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

સ્કિનની એલર્જી દૂર કરે છે
જો તમને ત્વચાથી એલર્જી હોય તો ડુંગળીની છાલ વરદાન રૂપ છે. ડુંગળીની છાલને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે એ જ પાણીથી સ્કિનને સાફ કરો. થોડા દિવસો સુધી આ ક્રિયા કરવાથી ઘણો ફાયદો થશે.

વાળની લંબાઈ વધારે છે
જેને વાળની સમસ્યા છે તેમના માટે માટે ડુંગળીની છાલ ખૂબ જ ઉપયોગી છે. ડુંગળીની છાલ અને ચાના છોડના પાનને પાણીમાં નાખીને ઉકાળો, ત્યારબાદ તેનાથી વાળ ધોઈ લો. થોડા સમય સુધી આવું કરવાથી વાળ લાંબા, કાળા અને ઘાટા થશે. તેમજ ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થશે.

સ્નાયુઓમાં ખેંચાણની સમસ્યામાં રાહત
જો તમે દરરોજ સુતા પહેલા ડુંગળીના છાલનું પાણી પીવો છો તો પગમાં દુખાવો અને સ્નાયુઓમાં થતી ખેંચાણ ઓછી થાય છે. આ માટે ઓછા તાપમાને લગભગ 15 મિનિટ સુધી છાલને પાણીમાં ઉકાળો છો. અને દરરોજ એક કપ આ પાણી પીવો.

ગોરી ત્વચા માટે જરૂરી
સફેદ અને ચમકતી ત્વચા જોઈતી હોય તો ડુંગળીની છાલ છે ગુણકારી. ડુંગળીની છાલને હળદરના રસ સાથે મિક્સ કરી ચહેરા પર લગાવો. આ કરવાથી ચહેરાની ફોલ્લીઓ દૂર થઈ જશે અને ચહેરો ચમકવા લાગશે.