મહારાષ્ટ્રમાં ફરી લાગશે લોકડાઉન? મુખ્યપ્રધાન ઠાકરે આજે સાંજે 7 વાગ્યે રાજ્યના લોકોને સંબોધિત કરશે

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) આજે સાંજે 7 વાગ્યે રાજ્યના લોકોને સંબોધિત કરશે. મુખ્યપ્રધાનના આ સંબોધનને લઈ તમામ અટકળો લગાવવામાં આવી રહી છે.

  • Kunjan Shukal
  • Published On - 16:37 PM, 21 Feb 2021
Will there be another lockdown in Maharashtra? Chief Minister Thackeray will address the people of the state at 7 pm today
CM Uddhav Thackeray (File Image)

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) આજે સાંજે 7 વાગ્યે રાજ્યના લોકોને સંબોધિત કરશે. મુખ્યપ્રધાનના આ સંબોધનને લઈ તમામ અટકળો લગાવવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનું આ સંબોધન એટલા માટે મહત્વનું છે, કારણ કે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.

મહારાષ્ટ્રના મંત્રી વિજય વડેટ્ટીવાર પહેલા જ જણાવી ચૂક્યા છે કે નાગપુર, અમરાવતી, યવતમાલ જેવા જિલ્લામાં વધતા કોરોનાના કેસને જોતા રાજ્ય સરકાર આ જિલ્લામાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવાનું વિચારી રહ્યા છે. આ સંબંધિત મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક યોજાવવાની છે, જેમાં નિર્ણય લેવામાં આવશે.

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. જેનાથી ઘણા લોકોનું માનવું છે કે ઘણી જગ્યાઓ પર લોકડાઉન લાગુ કરી દેવામાં આવશે. મુંબઈ, ઠાણે, અમરાવતી, પૂણ, નાગપુર વગેરે વિસ્તારોમાં હાલના દિવસોમાં કોરોનાના એક્ટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે.

 

આ પણ વાંચો: USA : આકાશમાં જ સળગી ઉઠ્યું બોઇંગ 777-200નું એન્જિન, 200 યાત્રીઓનો આબાદ બચાવ, જુઓ વિડીયો