પત્નીના ઝગડાઓથી ત્રાસી ગયા હતા અભિનેતા, બે વર્ષથી પરેશાન સંદીપ નાહરે કરી આત્મહત્યા

બોલિવૂડમાં એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. ફિલ્મ ‘એમ.એસ. ધોની’ માં કામ કરનાર અને ફિલ્મ કેસરીમાં કામ કરનાર અભિનેતા સંદિપ નાહરે મુંબઇના ગોરેગાંવ સ્થિત તેમના ઘરે આત્મહત્યા (suicide) કરી લીધી છે.

  • tv9 webdesk37
  • Published On - 19:14 PM, 16 Feb 2021
1/5
અભિનેતા સંદિપ નાહરની આત્મહત્યાના સમાચારથી બોલિવૂડ અને ટેલિવિઝન જગતને આંચકો લાગ્યો છે. સંદીપના અચાનક મૃત્યુ પર વિશ્વાસ કરવુ અઘરું છે. લોકોનું કહેવું છે કે ગઈકાલ સુધી આટલા બિન્દાસ્ત દેખાતા આ કલાકારે આટલું મોટું પગલું ભર્યું કેમ? પરંતુ બહારથી સંદીપ લોકોને જેવા દેખાતા હતા તેનાથી સત્ય વિરુદ્ધ હતું.
2/5
સંદીપે મૃત્યુ પહેલા ખુબ ગંભીર સમયથી પસાર થઇ રહ્યા હતા. આ વાત તેમણે આત્મહત્યા પહેલા એક વીડિયોમાં શેર કરી. વીડિયોમાં તેમણે જે કહ્યું તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ પત્ની કંચન સાથે ઝગડાઓના કારણે માનસિક રીતે અસ્વસ્થ અને અસ્થિર હતા.
3/5
સંદીપે કંચન પર ઘણા આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે કંચન તેમની સાથે એટલા બધા ઝગડા કરે છે કે તેઓ કોઈ હિસાબ નથી. તે જૂની વસ્તુઓ યાદ કરીને એના પર પણ ઝગડા કરતી રહેતી હતી. તે હંમેશા ભૂતકાળને લઈને લડતી રહેતી હતી.
4/5
સંદીપે વીડિયોમાં કહ્યું છે કે એક સમય એવો આવ્યો હતો જ્યારે દિવસના શૂટિંગથી કંટાળ્યા હોવા છતાં તેને ઘરે જવાનું મન જ ના થાય. જ્યારે તેઓ ઘરે પરત ફરતા, ત્યારે તેમના મનમાં એક વિચિત્ર ડર રહેતો કે કંચન આજે કઈ વાતને લઈને ઝઘડો કરશે.
5/5
જણાવી દઈએ કે સંદીપ અને કંચને ઘરના લોકોને કહ્યા વિના 2019 માં લગ્ન કરી લીધા હતા. તેઓએ પરસ્પર સંમતિથી એક શરત મૂકી હતી કે જો તેમનું વિવાહિત જીવન યોગ્ય રહેશે તો તેઓ થોડા સમય પછી પરિવારને કહેશે. નહીં તો બંને અલગ થઈ જશે. જો કે સંદીપના જણાવ્યા મુજબ કંચનનો સ્વભાવ શરૂઆતથી જ ગુસ્સા વાળો અને ઝગડાલુ હતો.