અહીં જવુ પડી શકે છે મોંઘુ, જુઓ દુનિયાના સૌથી ખતરનાક શહેરો

દુનિયામાં કેટલાક એવા દેશો અને શહેરો છે કે જ્યાં ફરવા જવુ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે, એવા શહેરો કે જે એક સમયે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતા

  • tv9 webdesk39
  • Published On - 19:40 PM, 15 Feb 2021
1/8
એલેપ્પો, સિરીયા : એલેપ્પો એક સમયે સિરીયાનું સૌથી મોટું શહેર હતુ. આ શહેર પ્રાચીન ઈતિહાસ, કળા, સંસ્કૃતિ, રમત ગમત અને શિક્ષણનું કેન્દ્ર હતું. પરંતુ ગૃહ યુદ્ધના કારણે અહીંના લોકોએ સ્થળાંતર કરી લીધુ અને ધીમે ધીમે આખુ શહેર ખાલી થઈ ગયુ હતુ, પરંતુ હવે સમય જતાં સ્થાનિક લોકો પરત ફરી રહ્યા છે, તેમ છતાં સિરીયા હજી પણ યુદ્ધ ક્ષેત્ર છે અને વિદેશીઓની મુસાફરી માટે સલામત નથી.
2/8
સના, યમન: યમનના સના અથવા ઝનામાં લાંબા સમયથી રાજકીય પરિસ્થિતી અસ્થિર છે, સના શહેરની 4 હેરિટેજ સાઈટ્સમાંની એકને 2015માં થયેલા બોમ્બ ધડાકામાં નુક્શાન પહોંચ્યુ હતું, વિદેશી પ્રવાસીઓને આ શહેરમાં આવવાની સલાહ આપવામાં આવતી નથી.
3/8
પ્યોંગયાંગ, ઉત્તર કોરિયા: ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગની યાત્રા સલામત નથી. રાજકીય સમાધાનને લઈને તાજેતરના પગલાઓ છતાં આ દેશને જોખમ તરીકે ગણવામાં આવે છે. અહીં વિદેશી લોકોએ ઘણા નિયંત્રણોનો સામનો કરવો પડે છે. ઉત્તર કોરિયાના વિચિત્ર નિયમોમાંનો એક જો તમારા પ્રવાસ દરમિયાન ત્યાંના કોઈ સ્થાનિકને તમારો વ્યવહાર અપમાનજનક લાગ્યો તો તમને કડક સજા થઈ શકે છે.
4/8
ખાર્તુમ, સુદાન: સુદાનની રાજધાની ખાર્તુમ જ્યાં સફેદ અને વાદળી નાઈલ નદીઓ મળે છે. આતંરીક યુદ્ધ અને ઘર્ષણના કારણે સુદાનના કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી કટોકટીની સ્થિતી બનેલ છે, આ શહેરમાં કર્ફ્યુ અને કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
5/8
બોગોટા, કોલમ્બિયા: કોલમ્બિયાની રાજધાની બોગોટા દેશના કેન્દ્રમાં આવેલુ છે, આ શહેર મહાન આર્કિટેક્ચર, આર્ટ્સ અને ખાસ કોફી માટે વખણાય છે, પરંતુ અહીં અપરાધોનું પ્રમાણ વધુ છે, કોલમ્બિયાના કેટલાક શહેરો હાલમાં પ્રવાસીઓ માટે અસુરક્ષિત છે.
6/8
ઈસ્લામાબાદ, પાકિસ્તાન: 1960ના દાયકા દરમિયાન અસ્તિત્વમાં આવેલ ઈસ્લામાબાદ પાકિસ્તાનની રાજધાની છે. ઈસ્લામાબાદ પ્રમાણમાં નવું શહેર છે. આ શહેર ખૂબ મોટું હોવાની સાથે જીવન ધોરણની ઉચ્ચ ગુણવત્તા માટે જાણીતું છે. પરંતુ આંતકવાદી હુમલાઓને કારણે તે જોખમી ક્ષેત્ર તરીકે ગણાય છે, ધાર્મિક રજાઓ અને ચૂંટણીઓના સમયે તે વધુ અસુરક્ષિત બને છે.
7/8
જુબા, દક્ષિણ સુદાન: પ્રવાસી પક્ષીઓને જોવા માટેનું સ્થળ દક્ષિણ સુદાન 2013થી યુદ્ધની સ્થિતી હેઠળ છે. જુબા શહેરમાં ચાલી રહેલા શસ્ત્ર સંઘર્ષ અને હિંસાને કારણે હવે ત્યાં મુસાફરી કરવી સલામત નથી. હાલમાં દક્ષિણ સુદાનમાં રહેતા વિદેશી લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ જલ્દીથી સલામત રીતે ત્યાંથી નીકળી જાય.
8/8
કાબુલ, અફઘાનિસ્તાન: કાબુલ અફઘાનિસ્તાનની રાજધાની છે, એક સમયે અહીંના મહેલો, બજારો અને બગીચાઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતા, પરંતુ હવે આ શહેર બોમ્બ બ્લાસ્ટ, હુમલાઓ અને અપહરણનું કેન્દ્ર બની ગયુ છે.