IPL 2021 Auctionમાં જાણો કયા ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ?

IPL 2021 Auction ભારતીય ખેલાડીઓ હનુમા વિહારી કેદાર જાદવ અને કરુણ નાયર ને સહિત ખેલાડીને નિરાશા સાંપડી છે.

  • Tv9 Webdesk22
  • Published On - 22:27 PM, 18 Feb 2021
1/6
કેદાર જાધવ
2/6
ગુજરાતી અતિત શેઠ ઓલ રાઉન્ડર છે. આ ખેલાડીએ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી તે ટુર્નામેન્ટમાં ટોપ ટેન વિકેટ બોલર રહ્યા હતા, તેણે 8 મેચોમાં 18.63ની સરેરાશથી 11 વિકેટ ઝડપી હતી, તેને અત્યાર સુધીમાં ઘરેલુ ટી20 મેચોમાં 71.50ની સરેરાશથી 143 રન બનાવ્યા છે અને 46 વિકેટ ઝડપી છે. પરંતુ આ સિઝનમાં તે અનસોલ્ડ રહ્યા છે.
3/6
બીજા ગુજરાતી ખેલાડી અવિ બારોટ મુશ્તાક અલી ટ્રોફીની લીગ ચરણમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને હતો. ગુજરાતના આ ખેલાડીએ 5 મેચોમાં 56.60ની સરેરાશથી 283 રન બનાવ્યા હતા. જે દરમ્યાન તેની સ્ટ્રાઈક રેટ 184.97ની હતી. પરંતુ આ વખતે તેઓ અનસોલ્ડ રહ્યા છે.
4/6
હનુમા વિહારી અને કરુણ નાયર બંને બેટ્સમેન છે. કેદારે 2 કરોડ રુપિયા પોતાની બેઝ પ્રાઈઝ રાખી હતી. જ્યારે હનુમા વિહારી પંજાબ તરફથી 2019માં છેલ્લી મેચ આઈપીએલ તરફથી રમ્યો હતો. તેની 1 કરોડ રુપિયા બેઝ પ્રાઈઝ હતી. પરંતુ આ વખતે તેઓ અનસોલ્ડ રહ્યા છે.
5/6
31 વર્ષીય કેદાર દેવધરે મુશ્તાક અલી ટ્રોફીની સિઝનનમાં શાનદાર બેટીંગ કરી હતી. 8 મેચોમાં તેને 113.68ની સ્ટ્રાઈક રેટથી 349 રન કર્યા હતા. પ્રદર્શનમાં નિરંતરતાને લઈને તેને આ વર્ષે આઈપીએલમાં આશા બાંધી, પરંતુ આ વર્ષે તેમને નિરાશા સાંપડી છે કારણ કે તેઓ આ વર્ષે અનસોલ્ડ રહ્યા છે.
6/6
વડોદરાના વિષ્ણુ સોલંકીએ મુશ્તાક અલી ટ્રોફીમાં નોક આઉટ મેચ દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેમની તે રમતે લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચ્યુ હતુ. 8 મેચમાં તેમને 53.40ની સરેરાશથી 267 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેનો સ્ટ્રાઈક રેટ 128.36નો રહ્યો હતો. પરંતુ આ વખતે તેઓ અનસોલ્ડ રહ્યા છે.