અમિતાભથી લઈને આયુષ્માન સુધી જાણો બોલીવૂડના સિતારાઓના ભણવામાં કેવા હતા સિતારા
બોલીવૂડ પર રાજ કરનાર તમારા મનગમતા સ્ટાર્સ, કોઈ છે એન્જિનીયર તો કોઈ છે ડોક્ટર, બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની વાત
Follow Us:
અમિતાભ બચ્ચન : બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલુ છે, તેમણે નૈનીતાલની શેરવૂડ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે અને ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે
શાહરુખ ખાન: બોલિવૂડના કિંગ ખાને હંસરાજ કોલેજમાંથી ઈકોનોમિક્સમાં ડિગ્રી મેળવી, ત્યારબાદ જામીયા-મિલીયા ઈસ્લામિક યુનિવર્સિટીમાં તેમણે માસ કમ્યુનિકેશનનો અભ્યાસ શરૂ કર્યો, જે પછી તેમણે વચ્ચેથી જ છોડી દીધો.
ન અબ્રામ: જોન અબ્રામ મેનેજમેન્ટના વિદ્યાર્થી રહ્યા છે, તેમની પાસે MBAની ડિગ્રી છે.
આયુષ્માન ખુરાના : મલ્ટી ટેલેન્ટેડ આયુષ્માને બોલીવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવી છે, તેમણે ઇંગ્લીશ લિટરેચરમાં ડિગ્રી મેળવી છે સાથે જ તેમણે માસ કમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે
પરિણીતી ચોપડા : પરિણીતી ચોપડાનું શિક્ષણ તેના કરિયર જેટલુ જ પ્રભાવશાળી છે. તેણે યુકેના માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ, ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં ટ્રીપલ ઓનર્સની ડિગ્રી મેળવી છે
સારા અલી ખાન: બોલિવૂડની રોયલ હિરોઈન સારા અલી ખાને પોતાનું સ્કૂલિંગ મુંબઈની બેસંટ મોન્ટેસરીમાંથી કર્યુ છે. ત્યારબાદ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી રાજકારણ અને ઈતિહાસ જેવા વિષયો સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ છે.
સોનું સૂદ: રીયલ લાઈફ હીરો સોનું સૂદ ઈલેક્ટ્રોનિક્સ એન્જીનીયર છે, તેણે પોતાની ડિગ્રી નાગપુરની યશવંતરાવ ચવણ કોલેજમાંથી કરી છે.
સોનમ કપૂર : બોલિવૂડની ફેશનિસ્તા સોનમ કપૂરે ઇકોનોમિક્સ અને પોલિટીકલ સાયન્સ જેવા વિષય સાથે ઇસ્ટર્ન લંડનની યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી મેળવી છે
ઐશ્વર્યા રાય : બચ્ચન પરિવારની લાડલી વહુ ઐશ ભણવામાં પણ અવ્વલ હતી, HSCમાં તેમના 90 % આવ્યા હતા અને તેઓ પાસે આર્કિટેક્ચરની ડિગ્રી છે