દેશનું પહેલું સેન્ટ્રલાઇઝ્ડ AC રેલ્વે ટર્મિનલ, આપશે એરપોર્ટને પણ ટક્કર, જુઓ તસવીરો

એમ. વિશ્વેશ્વરૈયા ટર્મિનલ બેંગ્લોર એરપોર્ટની ડિઝાઈન મુજબ બનાવાયું છે. તેમાં પેસેન્જર લાઉન્જ તેમજ વીઆઈપી લાઉન્જ અને જમવાની સુવિધા છે. ટર્મિનલને તૈયાર કરવા માટે આશરે 314 કરોડનો ખર્ચ થયો હોવાનું કહેવામાં આવે છે.

  • tv9 webdesk37
  • Published On - 9:52 AM, 20 Feb 2021
1/5
દેશમાં પહેલું કેન્દ્રિય AC રેલ્વે ટર્મિનલ તૈયાર થઇ ગયું છે. તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે પોતાના ટ્વિટર પર બેંગલુરુના રેલ્વે સ્ટેશનની તસવીર શેર કરી હતી. જોઇને તમને વિશ્વાસ નહીં થાય કે આ એક રેલ્વે ટર્મિનલ છે. રેલ્વે મંત્રી પહેલા ભારતીય રેલ્વેએ પણ આ તસવીર શેર કરી હતી.
2/5
બેંગલુરુ રેલ્વે સ્ટેશનની વિશેષ બાબત એ છે કે તે દેશમાં આ પ્રકારનું પહેલું રેલ્વે સ્ટેશન છે, જે સંપૂર્ણ એસી સેન્ટ્રલાઇઝ્ડ છે. આ સ્ટેશનની વિશેષ વાત એ છે કે એરપોર્ટની જેમ મુસાફરો માટે પણ વીઆઈપી લાઉન્જ બનાવવામાં આવ્યું છે. જેને લક્ઝરી ટચ આપવામાં આવ્યો છે. સાથે સ્ટેશન પર ડિજિટલ રીઅલ ટાઇમ મુસાફરોની માહિતી આપતી સિસ્ટમ પણ છે.
3/5
આ ટર્મિનલને તૈયાર કરવા માટે આશરે 314 કરોડનો ખર્ચ થયો હોવાનું કહેવામાં આવે છે. સ્ટેશન 4200 ચોરસમીટરમાં ફેલાયેલું છે. ટર્મિનલ પર બે સબવે સાથે એક ઓવર બ્રિજ પણ બનેલો છે. જે તમામ પ્લેટફોર્મને જોડશે. ટર્મિનલમાં આઠ સ્ટેબલ લાઈન અને ત્રણ પિટ લાઇનો સાથે સાત પ્લેટફોર્મ છે. રેલ્વેનો દાવો છે કે આ ટર્મિનલથી 50 ટ્રેનો ચલાવવામાં આવી શકે છે. મુસાફરોની સુવિધા માટે એસ્કેલેટર અને એલિવેટર પણ બનાવ્યા છે જે સાત પ્લેટફોર્મને જોડે છે.
4/5
આ સર એમ. વિશ્વેશ્વરૈયા ટર્મિનલ બેંગ્લોર એરપોર્ટની ડિઝાઈન મુજબ બનાવાયું છે. તેમાં પેસેન્જર લાઉન્જ તેમજ વીઆઈપી લાઉન્જ અને જમવાની સુવિધા છે. સાથે તેમાં 4 લાખ લિટર ક્ષમતાનો વોટર રિસાયક્લિંગ પ્લાન્ટ છે. ટર્મિનલ પર દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
5/5
વોટર રિસાયક્લિંગ પ્લાન્ટની મદદથી પાણીનો બગાડ અટકાવવામાં આવશે. આ સાથે ટર્મિનલ પર પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રેલ્વેના જણાવ્યા અનુસાર 250 કાર તેમજ 900 ટુ-વ્હીલર્સ, 50 ઓટોરિક્ષા, પાંચ બીએમટી બસ અને 20 ટેક્સીઓ પાર્ક કરવાની જગ્યા છે.