India Post પેમેન્ટ બેંકે રજૂ કરી ખાસ એપ, મળશે આ મોટા ફાયદા 

તમારું ખાતુ પોસ્ટ ઓફીસ કે પોસ્ટ ઓફીસ પેમેન્ટ બેંકમાં હોય તો તમારે માટે ખુશખબર છે. કારણ કે હવે India Post  પેમેન્ટ બેંક અને ટપાલ વિભાગે ગ્રાહકોની સુવિધા માટે ડાક્પે એપ લોન્ચ કરી છે. India Post ની આ એપ ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

India Post પેમેન્ટ બેંકે રજૂ કરી ખાસ એપ, મળશે આ મોટા ફાયદા 
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે રજૂ કરી ખાસ એપ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 20, 2021 | 5:59 PM

તમારું ખાતુ પોસ્ટ ઓફીસ કે પોસ્ટ ઓફીસ પેમેન્ટ બેંકમાં હોય તો તમારે માટે ખુશખબર છે. કારણ કે હવે India Post  પેમેન્ટ બેંક અને ટપાલ વિભાગે ગ્રાહકોની સુવિધા માટે ડાક્પે એપ લોન્ચ કરી છે. India Post ની આ એપ ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

આ એપની મદદથી તમે ઘરે બેઠાં બેંકિગ અને પોસ્ટ સેવાનો લાભ લઈ શકો છો. આ એપનો ઉપયોગ કોઈપણ કરી શકે છે તેની માટે પોસ્ટ ઓફીસમાં એકાઉન્ટ હોવું જરૂરી નથી. આ એપ યુપીઆઈ સાથે જોડાયેલી છે. જેના લીધે તમે આસાનીથી ડીજીટલ વ્યવહાર કરી શકશો.

આ એપની મદદથી તમે સ્થાનિક મની ટ્રાન્સફર એટલે કે ડીએમટી મારફતે નાણા મોકલી શકો છો. આ ઉપરાંત ક્યુઆર કોડ સ્કેન કરીને પણ નાણા મોકલી શકો છો. વર્ચ્યુયલ ડેબીટ કાર્ડ અને યુપીઆઈ મારફતે કોઈ સર્વિસ કે વ્યાપારિક પેમેન્ટ પણ કરી શકાય છે. આ એપના માધ્યમથી તમે બેકિંગ સર્વિસ અને પોસ્ટલ પ્રોડક્ટનો ઓનલાઈન લાભ પણ ઉઠાવી શકો છો. આના માધ્યમથી ગ્રાહક ઘરે બેઠાં પોસ્ટલ ફાઈનાશીયલ સેવાનો લાભ ઉઠાવી શકે છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ એપને આ રીતે કરો ડાઉનલોડ

૧  આ એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. ૨  તેની બાદ તમારે પ્રોફાઈલ બનાવવી પડશે. ૩  તેની બાદ તમારે રજીસ્ટર મોબાઈલ નંબર અને ખાતા નંબર નાંખવો પડશે ૪ તેની બાદ તમારે એકાઉન્ટ નંબર લીંક કરવો પડશે 5 આ એપમાં પણ તમે યુપીઆઈની જેમ ચાર આંકડાના પીન સાથે સુરક્ષિત રાખી શકો છો.

૬ આ એપની મદદથી તમે કોઈ પણ એકાઉન્ટના રૂપિયા  આઈપીબીબી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો.

આ એપના લીધે દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના લોકોને મોટો ફાયદો થવાનો છે. તેમજ તેમને બેંકિગ સુવિધાનો પણ લાભ મળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">