PuducherryPoliticalCrisis: કોંગ્રેસની ગઠબંધનવાળી સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પડી ભાંગી હતી. મુખ્યમંત્રી વી. નારાયણસ્વામી (V. Narayanasamy) સોમવારે બહુમત સાબિત કરી શક્યા નહીં.
PuducherryPoliticalCrisis: કોંગ્રેસની ગઠબંધનવાળી સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પડી ભાંગી હતી. મુખ્યમંત્રી વી. નારાયણસ્વામી (V. Narayanasamy) સોમવારે બહુમત સાબિત કરી શક્યા નહીં. વિધાનસભાના વિશેષ સત્રમાં તેમણે કહ્યું કે ભૂતપૂર્વ એલજી કિરણ બેદી અને કેન્દ્ર સરકારે વિપક્ષો સાથે મળીને સરકારને પાડવાનો પ્રયાસ કર્યો છે. જો અમારા ધારાસભ્યો અમારી સાથે હોત, તો સરકાર પાંચ વર્ષ ચાલતી.
નારાયણસામીએ કહ્યું કે, અમે ડીએમકે અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી. આ પછી અમે ઘણી ચૂંટણીઓ જોઇ. અમે તમામ પેટા ચૂંટણીઓમાં જીત મેળવી. એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે પુડુચેરીના લોકો અમારા પર વિશ્વાસ કરે છે. ‘
6 ધારાસભ્યોના રાજીનામાથી સંકટ વધ્યું હતું
તાજેતરમાં જ કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ સરકાર ઉપર સંકટ વધી ગયું હતું. આ બાદ લેફ્ટનન્ટ ગવર્નર તામિલિસાઈ સૌંદરારાજે સરકારને બહુમતી સાબિત કરવા જણાવ્યું હતું. ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલા રવિવારે કોંગ્રેસના એક ધારાસભ્ય અને ગઠબંધનનો ભાગ રહેલા ડીએમકેના એક ધારાસભ્યે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ નારાયણસામી સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી.
કોંગ્રેસ પાસે 11 ધારાસભ્યો (સ્પીકર સહીત 12) નો સપોર્ટ હતો. જેમાં 2 ડીએમકેના ધારાસભ્યો અને એક અન્ય હતા. સરકાર બનાવવા માટે ઓછામાં ઓછા 14 ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી. જોકે નારાયણસ્વામી કહી રહ્યા હતા કે તેઓ પાસે 14 સીટનું સમર્થન છે. તેમ છતાં ફ્લોર ટેસ્ટથી પર નારાયણસ્વામી બહુમતી સાબિત ના કરી શક્યા. જેના કારણે પુડુચેરીમાં ગઠબંધનની સરકારનું પતન થયું છે.
આ 4 ધારાસભ્યોએ અગાઉ આપ્યું હતું રાજીનામું
1. એ. જ્હોન કુમાર, કોંગ્રેસ
2. એ. નમસ્સિવમ, કોંગ્રેસ
3. મલ્લાદી કૃષ્ણ રાવ, કોંગ્રેસ
4. ઇ થેપેયંથન, કોંગ્રેસ
આ 2 ધારાસભ્યોએ રવિવારે આપ્યું રાજીનામું
5. કે. લક્ષ્મીનારાયણ, કોંગ્રેસ
6. કે. વેંકટેસન, DMK