AHMEDABAD: 4 કોર્પોરેટરે બાંકડા પાછળ 20 લાખ ખર્ચ્યા, બાંકડા ક્યા ગયા?

AHMEDABADના ખાડિયા વિસ્તારના કોર્પોરેટરો દ્વારા ચાર વર્ષમાં 20 લાખ રૂપિયા બાકડા પાછળ ખર્ચવામાં આવ્યા, આવી માહિતી એક RTIના જવાબમાં મળી છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 25, 2021 | 8:42 AM

AHMEDABAD: ખાડિયા વિસ્તારના કોર્પોરેટરો દ્વારા ચાર વર્ષમાં 20 લાખ રૂપિયા બાકડા પાછળ ખર્ચવામાં આવ્યા, પરંતુ 20 લાખ ખર્ચ્યા બાદ પણ ખાડિયા બોર્ડમાં બાંકડાઓ શોધવા પડે તેવી હાલત છે. આ અંગે કરવામાં આવેલી એક RTI માં ચોંકાવનારી બાબતો સામે આવી છે. ખાડિયા વોર્ડના 4 કોર્પોરેટર દ્વારા બાંકડા પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની વિગતો RTI કરી પૂછવામાં આવતા 20 લાખ જેટલી માતબર રકમથી ખાડીયાના રહીશો માટે બાંકડા નો ખર્ચ કરાયો હોવાનું જણાવ્યું, પરંતુ આજે પણ ખાડીયાના રહીશો આ બાકડા માટે ફાંફા મારી રહ્યા છે.

જો આ જ રીતે શહેરના તમામ વોર્ડના કોર્પોરેટરઓ દ્વારા તેમને મળતું ફંડ તેઓ દ્વારા ક્યાં વાપરવામાં આવ્યું તેની માહિતી મેળવવામાં આવે તો પ્રજાના પ્રતિનિધિ દ્વારા પ્રજા માટે કયા પ્રકારના અનેક એવા કામ કરાયા છે તેની વિગતો પ્રજા સામે ખુલ્લી પડી શકે છે પરંતુ આ બાબતે જનતાને જાગૃત થવાની જરૂર છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">