AMRELI : બાબરા માર્કેટયાર્ડમાં કપાસની મબલખ પ્રમાણમાં આવક થઇ છે. મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઈને માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યાં છે.
AMRELI : બાબરા માર્કેટયાર્ડમાં કપાસની મબલખ પ્રમાણમાં આવક થઇ છે. મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઈને માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યાં છે. 14000 મણ કપાસની આવક થઇ છે. ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખુશીનો માહોલ છે. 1080થી લઈને 1200 રૂપિયા સુધીનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે. બાબરા તાલુકા તેમજ બોટાદ, વલભીપુર સહિતના ગામોમાંથી મોટા પ્રમાણમાં કપાસ આવી રહ્યો છે.