ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય જીત બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની જનતા, ભાજપના નેતાઓને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, ફરી એકવાર ગુજરાતની જનતાએ સાબિત કરી દીધું છે કે, ગુજરાત ભાજપનો ગઢ છે.
ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં ભાજપની ભવ્ય જીત બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની જનતા, ભાજપના નેતાઓને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, ફરી એકવાર ગુજરાતની જનતાએ સાબિત કરી દીધું છે કે, ગુજરાત ભાજપનો ગઢ છે. વિકાસ પર લોકોએ મત આપ્યાનું કહ્યું. 85 ટકા બેઠક ભાજપે જીત્યાનું કહ્યું.
કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી ચૂંટણીમાં ખરાબ રીતે હારી છે. આખા ગુજરાતમાંથી 44 બેઠકો જ કોંગ્રેસ જીતી શક્યું છે. ભાજપ ભાવનગરમાં 44 બેઠકો જીત્યું છે. આ હાર બાદ શાહે કોંગ્રેસને ચિંતન કરવાની સલાહ આપી.