Botad: ખેડૂતો માટે સારા સમાચાર, 8મી માર્ચથી ચણાની ટેકાના ભાવે શરૂ થશે ખરીદી

બોટાદ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. 8મી માર્ચથી ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. મહત્વપૂર્ણ છે કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ચણાના ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશનમાં વધારો થયો છે.

| Updated on: Feb 22, 2021 | 8:20 AM

બોટાદ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. 8મી માર્ચથી ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. મહત્વપૂર્ણ છે કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ચણાના ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશનમાં વધારો થયો છે અને 10 હજાર ખેડૂતોએ પોતાના ચણા વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ચણાના વાવેતરમાં પણ 10 થી 12 ટકાનો વધારો નોંધાયો હતો. ભારે વરસાદને પગલે તળાવો અને ચેકડેમો પાણીથી છલકાયા હતા. જેથી સિંચાઇનુ પાણી સરળતાથી મળી રહેતા ખેડૂતોએ મોટાપાયે ચણાનું વાવેતર કર્યું હતું, ત્યારે 8મી માર્ચથી શરૂ થતી ચણાની ટેકાના ભાવે ખરીદીમાં મોટાપાયે ચણાની આવક થવાની શક્યતા અધિકારીઓ સેવી રહ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">