CM વિજય રૂપાણીના મતદાનને લઈ કોંગ્રેસે ચૂંટણીપંચમાં કરી ફરિયાદ, સરકારી હેલિકોપ્ટરનો કર્યો ઉપયોગ

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યુ હતું. કોરોનાને મ્હાત આપી રૂપાણી મતદાન કરવા હેલિકોપ્ટરમાં રાજકોટ પહોંચ્યાં હતાં.

  • TV9 Webdesk13
  • Published On - 12:36 PM, 22 Feb 2021
Congress files complaint in State EC over usage of Govt. resources by CM Rupani while casting vote
Vijay Rupani

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યુ હતું. કોરોનાને મ્હાત આપી રૂપાણી મતદાન કરવા હેલિકોપ્ટરમાં રાજકોટ પહોંચ્યાં હતાં. ચૂંટણી દરમિયાન સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કરતાં કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી. કોંગ્રેસે ચૂંટણીપંચમાં એવી ફરિયાદ કરી હતીકે, મુખ્યમંત્રી ચૂંટણી વખતે હેલિકોપ્ટર જેવા સરકારી સાધનોનો ઉપયોગ કરે છે, જેથી હેલિકોપ્ટર પ્રવાસનો ખર્ચ મુખ્યમંત્રીના અંગત ખર્ચમાં ગણવામાં આવે.