Aravalli: ગઢડા કંપાના ખેડૂતોએ લોકડાઉનમાં શેરડીનો પાક નહી વેચાતા અનોખો પ્રયોગ કરી મેળવ્યું જબદરસ્ત વળતર

અરવલ્લી (Aravalli) જીલ્લાના ખેડૂતો આમ તો સાહસીક ગણવામાં આવે છે. સાથે જ તેઓ ખેતીમાં વિવિધતા લાવીને વધ સમૃદ્ધી મેળવવાની દિશા પણ ચિંધતા રહેતા હોય છે. આવી જ રીતે મોડાસા (Modasa) તાલુકાના ગઢડા કંપા (Gadhda Kampa) ના ખેડૂતો શેરડીનુ વાવેતર કર્યુ છે.

  • Avnish Goswami
  • Published On - 12:27 PM, 25 Jan 2021
Aravalli Farmers of Gadhadakampa did not read the sugarcane crop in the lockdown and got a tremendous return
Sugarcane Crop

અરવલ્લી (Aravalli) જીલ્લાના ખેડૂતો આમ તો સાહસીક ગણવામાં આવે છે. આવી જ રીતે મોડાસા (Modasa) તાલુકાના ગઢડા કંપા (Gadhda Kampa) ના ખેડૂતો શેરડીનુ વાવેતર કર્યુ છે. જે શેરડી (Sugarcane) ને બજારમાં પોષણક્ષમ ભાવોની સમસ્યા, લોકડાઉન (Lockdown) દરમ્યાન પણ ઉત્પાદન વેચવાની મુશ્કેલીને લઇને તેમણે આખરે દેશી ગોળ (Desi jaggery) બનાવી વેચવાની શરુઆત કરી છે. આમ પણ ખેડૂતો ઓર્ગેનિક ખેતી (Organic farming) કરવા માટે પ્રેરાયેલ હતા.

સમસ્યાઓ અને સંઘર્ષમાંથી માર્ગ કાઢી લે, એ જ સાચો જીવન લડવૈયો. ખેતીમાં પણ આવુ જ છે. લમણે હાથ મુકીને લાચારી દાખવવાનુ હવે આજની પેઢીના ખેડૂતોને ફાવે એમ નથી. ખેડૂત હવે બદલાયો છે. આવી જ રીતે અરવલ્લીના મોડાસા તાલુકાના એક ખેડૂત પરિવારને લોકડાઉને મનથી પરેશાન કરી મુક્યુ હતુંં. પણ આ પરેશાનીમાંથી રસ્તો નિકાળી લીધો અને હવે ખેડૂત હરખાવા લાગ્યો છે. ગઢડા કંપાના ખેડૂત મિતેશ પટેલ અને તેના પરિવારજનો અન્ય ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા હતા. લોકડાઉન દરમ્યાન શેરડીનો પાક વેચવાની તેમને સમસ્યા સર્જાઇ.

દર વખતની જેમ પોષણક્ષમ ભાવની પણ રામાયણ તો હતી જ. આથી મિતેષ ભાઇએ તેનો પણ તોડ નિકાળી લીઘો અને શેરડીના ઉત્પાદનને દેશી ગોળના ઉત્પાદન કરવાનો પ્રયાસ કર્યો. શરુઆત નાના પાયે કરતા જ આસપાસના વિસ્તાર અને મોડાસા શહેરના લોકો પણ તેમને ત્યાં દેશી ગોળ ખરીદવા માંડ્યા અને ખેડૂતને ઉત્પાદનના પોષણક્ષમ ભાવની સમ્યા પણ ઉકેલાઇ ગઇ.

મિતેષ પટેલ કહે છે કે, અમે દોઢેક વર્ષથી શેરડીની વાવણી કરી હતી, પરંતુ લોકડાઉન દરમ્યાન શેરડી વેચવાની સમસ્યા થઇ હતી. તેને લઇને અમે શેરડીનો ગોળ જ બનાવી દેવાનો વિચાર કર્યો અને તે રીતે અમે ગોળ વેચવાનુ શરુ કર્યુ.

મોડાસા તાલુકાના ગઢડા કંપા ગામે ખેડૂતોએ ગત વર્ષે ઓર્ગેનિક શેરડીનું વાવેતર કર્યું હતું, જો કે બજારમાં ક્યાં વેચવી તેનો સવાલ હતો.  એટલું જ નહીં થોડાક સમય બાદ લોક ડાઉન થતાં ખેડૂતોએ નવો ઉપાય શોધ્યો અને ઘરે જ દેશી ગોળ બનાવવાનો નવતર પ્રયોગ કર્યો. અરવલ્લી જિલ્લામાં મુખ્યત્વે મગફળી, ઘઉ, ચણા અને કપાસ જેવી ખેતી થતી હોય છે. ઉત્તર ગુજરાતમાં શેરડીની ખેતી કરવાનું સાહસ ખૂબ જ ઓછા ખેડુત કરે છે. આવામાં ગઢડા કંપાના ખેડૂત મિતેશ પટેલ અને હરિભાઇ પટેલ સહિતના ખેડૂતોએ નવતર પ્રયોગ કરી શેરડીની ઓર્ગેનીક ખેતી કરી હતી.

ખેતરમાં તૈયાર થયેલ શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે. કાચા માલના ભાવ કરતા ઓર્ગેનીક ગોળનું વેચાણ કરી ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યા છે. આજે જ્યારે આત્મનિર્ભર ખેડૂતની ચર્ચાઓ થઇ રહી છે ત્યારે અહીંના ખેડૂત સાચા અર્થમાં આત્મનિર્ભર બની અન્ય ખેડુતો માટે નવો ચીલો ચીતર્યો છે. ગઢડા કંપાના ખેડૂતોએ ઓર્ગેનિક ખેતીની અન્ય ખેડૂતોને રાહ ચિંધી છે, સાથે જ આ ખેડૂતોએ હવે તેમના ઉત્પાદનનુંં વધુ સારુ વરળતર મેળવવા માટેની પણ દીશા ચિંધતુ સાહસ કરી દેખાડ્યુ છે.