ચારા કૌભાંડના આરોપી આરજેડીના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની(LALU PRASAD YADAV) રાંચીના રિમ્સમાં સારવાર ચાલી રહી હતી.
ચારા કૌભાંડના આરોપી આરજેડીના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની(LALU PRASAD YADAV) રાંચીના રિમ્સમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ અચાનક તબિયત લથડતા તેને શનિવારે એર એમ્બ્યુલન્સ મારફતે દિલ્હીની AIIMS હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહી જ તેની સારવાર કરવામાં આવશે. લાલુના પુત્ર તેજસ્વી અનુસાર તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયું છે અને તેમનો ચહેરા પર સોજો આવી ગયો છે. લાલુના પુત્રના જણાવ્યા અનુસાર લાલુની સ્થિતિ હાલ ચિંતાજનક છે.