Gandhinagar: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી હોવાનું જણાવ્યું. રસીકરણનું કાર્ય પણ સફળતાપૂર્વક આગળ વધ્યું છે.
Gandhinagar: રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી હોવાનું જણાવ્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે કોરોના રસીકરણનું કાર્ય પણ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. રાજયમાં હાલ કોરોનાના કેસમાં ઘટાડો થયો હોવાનું પણ તેમણે જણાવ્યું. સાથે જ જણાવ્યું કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોના પર કાબૂ મેળવવામાં સરકારે ઉમદા કામગીરી કરી છે.