રાજકોટના લોધિકાના પારડી ગામે મહિલાઓએ કર્યો મંત્રી કુંવરજી બાવળિયાનો વિરોધ કર્યો

રાજકોટમાં શનિવારે લોધિકા તાલુકાના પારડી ગામે નલ સે જલ યોજનાનો કાર્યક્રમ હતો, જેમાં લોધિકા તાલુકાના Pardi  ગામે મહિલાઓએ કુંવરજી બાવળીયાનો ઉધડો લીધો હતો.

  • tv9 webdesk33
  • Published On - 18:03 PM, 23 Jan 2021
kunvarji bavaliya jasadan
FIle photo

રાજકોટમાં શનિવારે લોધિકા તાલુકાના પારડી ગામે નલ સે જલ યોજનાનો કાર્યક્રમ હતો, જેમાં લોધિકા તાલુકાના Pardi  ગામે મહિલાઓએ કુંવરજી બાવળીયાનો ઉધડો લીધો હતો. જેમાં મહિલાઓએ પાણી પ્રશ્ને પાણી પુરવઠા પ્રધાનને સવાલ કર્યા કે ક્યારે મળશે પાણી અને કામ ક્યારે પુરા થશે. જો કે બાવળિયા ત્યાંથી નિકળી ગયા હતા  જતા જતા બાવળિયાએ મહિલાઓને 6 મહિનામાં કામ થઈ જશે તેવી ખાતરી આપી હતી મહત્વનું છે કે Pardi  ગામ પાસે આવેલા અનેક વિસ્તારોમાં વર્ષોથી પાણીની સમસ્યા છે.. તેથી મહિલાઓ પાણી મુદ્દે રોષે ભરાઈ હતી.જયારે મહિલાઓએ જે રીતે વિરોધ કર્યો તેને લઇને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠીયાએ સ્પષ્ટતા કરી હતી કે જલ સે નલ યોજનાનો કાર્યક્રમ હતો. કુંવરજી બાવળિયા ભાગ્યા નથી, મહિલાઓને ખાતરી આપી કે ત્રણ મહિનામાં તેમને પાણી મળી જશે.