‘જય શ્રીરામ’ના નારાથી ભડક્યા મમતા બેનર્જી, કહ્યું આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી, અપમાન કરવું યોગ્ય નથી

નેતાજી સુભાષચંદ્ર બોઝ (Netaji Subhash Chandra Bose)ની 125મી જન્મજયંતી પર કલકત્તામાં વિક્ટોરિયા મેમોરીયલમાં આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ‘જય શ્રીરામ’ના નારાથી મમતા બેનર્જી ભડક્યા.

  • Tv9 webdesk42
  • Published On - 7:32 AM, 24 Jan 2021
Outraged by the slogan 'Jai Shriram', Mamata Banerjee said, "This is not a party program, it is not appropriate to insult."

નેતાજી સુભાષચંદ્ર બોઝ (Netaji Subhash Chandra Bose)ની 125મી જન્મજયંતી પર કલકત્તામાં વિક્ટોરિયા મેમોરીયલમાં આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન Mamata Banerji એક સાથે સામેલ થયા. આ કાર્યક્રમમાં મમતા બેનર્જીને જયારે મંચ પર સંબોધન માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે ત્યાં કાર્યક્રમમાં હાજર અમુક લોકોએ ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા. ‘જય શ્રીરામ’ના લાગવાથી મમતા બેનર્જી ભડકી ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ લોકસભા ચૂંટણી 2019ના પ્રચારમાં તેમજ અનેક વાર મમતા બેનર્જી સામે ‘જય શ્રીરામ’ના લગાવવામાં આવ્યા હતા.

શું કહ્યું મમતા બેનર્જીએ ?
‘જય શ્રીરામ’ના નારાથી ભડકેલા મમતા બેનર્જીએ કહ્યું કે આ સરકારી કાર્યક્રમ છે, કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નથી. સરકારી કાર્યક્રમની અમુક મર્યાદા હોય છે. આવા સરકારી કાર્યક્રમમાં આવા નારા લગાવવા યોગ્ય નથી. તેમણે કહ્યું કે હું વડાપ્રધાન મોદી અની સંસ્કૃતિક મંત્રાલયની આભારી છું કે એમણે કલકત્તામાં કાર્યક્રમનું આયોજન કર્યું અને આ કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું. પણ કોઈને આમંત્રિત કરીને આવી રીતે અપમાન કરવું શોભા દેતું નથી. મમતા બેનર્જીએ કહ્યું હું કાઈ નહિ બોલું, ‘જય હિન્દ-જય બાંગ્લા’ કહીને પોતાનું સંબોધન ટૂંકાવી દીધું. જુઓ આ વિડીયો