RAJKOT : 14 વર્ષના બાળકની જિંદગી સાથે ચેડાં, HIV રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના માથે આભ તૂટયું

RAJKOT : 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકની જિંદગી સાથે ચેડાં. બ્લડ ચેક કર્યા વગર જ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલને અપાયું.

| Updated on: Jan 22, 2021 | 5:48 PM

RAJKOT : 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકની જિંદગી સાથે ચેડાં થયાની ઘટના સામે આવી છે. બ્લડ બેંક દ્વારા બ્લડ ચેક કર્યા વગર જ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલને આપી દેવામાં આવ્યું હતું. બાદમાં હોસ્પિટલે ચેક કર્યા વગર બાળકને બ્લડ ચડાવી દીધું અને હોસ્પિટલમાં બાળકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવતાં જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઇ હોય એવી આફત આવી પડી. આવી ઘોર બેદરકારીને કારણે પરિવારના વાહલસોયા પુત્રની જિંદગી જોખમમાં મુકાઈ છે. હાલ તો પરિવારની વહારે રાજકોટ કોંગ્રેસ આવી છે અને આજે પીડિત પરિવાર સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી. કલેક્ટર કચેરીમાં બાળકના પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને એક જ માગ કરી રહ્યા છે કે જવાબદારોને કડકમાં કડક સજા થવી જોઇએ.

કોંગ્રેસે આક્ષેપ કરતાં કહ્યું કે 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકનો HIV રિપોર્ટ મે 2020 સુધી નેગેટિવ હતો. બ્લડ ચડાવ્યા બાદ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ સિવિલમાં સારવાર લઈ રહેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકને HIV બ્લડ ચડાવી દીધું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા ડો. હેમાંગ વસાવડાની આગેવાનીમાં કાર્યકરો પીડિત બાળકને પરિવાર સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. પરિવારના લોકોએ પીડિત બાળકના રિપોર્ટ સાથે કલેક્ટરને રજૂઆત કરવા પહોચ્યા હતા અને જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરી છે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">