સૌરાષ્ટ્રના લાલ મરચાની યાર્ડમાં થઈ ધૂમ આવક, ગત વર્ષ કરતાં છે વધુ ભાવ

સૌરાષ્ટ્રમાં પાકતા રેશમ પટ્ટા અને અન્ય મરચાંની દેશભરમાં માંગ રહે છે. લાલ મરચાંની(RED CHILI) સીઝન શરૂ થઈ ગઈ છે. ગોંડલ (GONDAL) અને જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ થઇ ચુકી છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 15:28 PM, 24 Jan 2021
Saurashtras red chilli income in yards
Red Chili

સૌરાષ્ટ્રમાં પાકતા રેશમ પટ્ટા અને અન્ય મરચાંની દેશભરમાં માંગ રહે છે. લાલ મરચાંની(RED CHILI) સીઝન શરૂ થઈ ગઈ છે. ગોંડલ (GONDAL) અને જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ થઇ ચુકી છે. જેમાં રેશમ પટ્ટો અને ચનિયા મરચાની ધૂમ આવક શરૂ થઇ ચુકી છે. યાર્ડ લાલ ચટાક રંગના મરચા અને તીખી સુગંધથી ભરાય ઉઠયા છે.

મરચાની ખરીદી કરવા માટે રાજસ્થાનની વેપારીઓની ખરીદી શરૂ થઇ છે. ગત વર્ષ કરતા આ વર્ષ ની શરૂઆતમાં 2200 રૂપિયા 20 કિલોથી વેચાણ થઇ રહેલ છે જે ગત વર્ષની શરૂઆતમાં 1500 રૂપિયા હતા. આ વર્ષે ગોંડલ જેતપુરની આસપાસના વિસ્તારોમાં મરચાનું વાવેતર ગત વર્ષ કરતા 18 થી 22 % વધુ થયેલ છે.