દાદરા નગર હવેલીના સાંસદ Mohan delkarની આત્મહત્યા, આપઘાતનું કારણ અકબંધ

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન થયું છે.  મોહન ડેલકરે મુંબઈમાં આપઘાત કર્યો છે. આપઘાતનું કારણ અકબંધ છે.  

  • Tv9 Webdesk18
  • Published On - 15:38 PM, 22 Feb 2021
Suicide of Dadra Nagar Haveli MP Mohan delkar, cause intact

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું ( Mohan delkar)  નિધન થયું છે.  મોહન ડેલકરે મુંબઈની એક હોટલમાં આપઘાત કર્યો છે. મુંબઈની મરિન ડ્રાઇવની હોટેલમાંથી દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળ્યો છે.ઘટનાની જાણ થતા જ મુંબઇ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.અને તપાસ શરૂ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતદેહ પાસેથી ગુજરાતીમાં લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી છે.જેને પગલે પોલીસનું માનવું છે કે મોહન ડેલકરે આપઘાત કર્યો હોઇ શકે છે.જોકે આ મામલે હજુ સુધી પોલીસે સત્તાવાર કોઇ સમર્થન નથી આપ્યું.હાલ મુંબઇ પોલીસે મોહન ડેલકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો છે.પોલીસ અધિકારીઓનું માનવું છે કે પોસ્ટ મોર્ટમના રિપોર્ટ બાદ મોહન ડેલકરના મોતનું સાચૂ કારણ જાણી શકાશે.જોકે સાંસદ મોહન ડેલકરના આપઘાતને પગલે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.સૌથી મોટો સવાલ અહીં સર્જાયો છે કે એવું તો શું બન્યું કે એક સાંસદે આપઘાત કરવાની નોબત આવી.મોહન ડેલકરના આપઘાત પાછળ શું હોઇ શકે છે કારણ મહત્વપૂર્ણ છે કે મોહન ડેલકર દાદરા નગર હવેલીથી સાત વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે.