SURAT : પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીના ફાર્મ હાઉસમાં કોરોનાના નિયમોની ઐસી કી તૈસી

SURAT : પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કોરોનાની ગાઈડલાઈન નો સરેઆમ ભંગ કર્યો છે.નિલેશ કુંભાણી એ પોતાના ફાર્મ હાઉસમાં લોકોને જમવા બોલાવ્યા

| Updated on: Jan 20, 2021 | 1:15 PM

SURAT : ‘અમે માસ્ક નથી પહેર્યું તો 1000 રૂપિયાનો દંડ, અને નેતાઓ ટોળે વળીને કાર્યક્રમો કરે તો કોણ જવાબદાર?’ આવા સવાલો સતત જનતા દ્વારા પૂછવામાં આવી રહ્યા છે, છતા નેતાઓના પેટનું પાણી પણ હલતુ નથી. ત્યારે સુરત માં વધુ એક નેતાએ સોશિયલ ડિસ્ટન્સનો તમાશો કર્યો છે. સુરતમાં પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કોરોનાની ગાઈડલાઈન નો સરેઆમ ભંગ કર્યો છે. હજી સરકારે રાત્રિ કરફ્યૂમાંથી પણ મુક્તિ નથી આપી ત્યાં નિલેશ કુંભાણી એ પોતાના ફાર્મ હાઉસમાં લોકોને જમવા બોલાવ્યા હતા. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો.

 

 

નિલેશ કુંભાણીએ કોરોનાકાળમાં યોજેલા મેળાવડામાં સ્પષ્ટ દેખાય છે કે, જમવા આવેલા લોકોએ માસ્ક પણ પહેર્યું નથી. તો અહી કોઈ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ દેખાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ મામલે નિલેશ કુંભાણીએ જણાવ્યું કે, ગાઈડલાઈન મુજબ સમગ્ર કાર્યક્રમ કરાયો છે. ભાજપ ગાઈડલાઈનને નેવે મૂકીને 1200 લોકોને ભેગા કરે છે. ત્યારે અમે તો 150 લોકોનો જમણવાર કર્યો છે. અમે નિયમ તોડ્યા નથી. જમણવાર હોય તો લોકો માસ્ક કાઢીને જ જમે. સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">