માઉન્ટ આબુમાં(MOUNT ABU) તાપમાનનો પારો સતત ગગડતો જાય છે. આજે પણ આબુનું તાપમાન માઇનસમાં છે. ઠંડી વધતાં જનજીવન પ્રભાવિત થયું હતું.
માઉન્ટ આબુમાં(MOUNT ABU) તાપમાનનો પારો સતત ગગડતો જાય છે. આજે પણ આબુનું તાપમાન માઇનસમાં છે. ઠંડી વધતાં જનજીવન પ્રભાવિત થયું હતું. આબુના અમુક વિસ્તારમાં બરફ પણ જોવા મળ્યો હતો. કારની છત પર બરફ જોવા મળ્યો હતો. લોકો ઠંડીની બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દીવસથી આબુમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. એમાં પણ આજે રવિવાર હોય સહેલાણીઓએ ઠંડીનો અનુભવ કર્યો હતો.