મોઢેરા સૂર્ય મંદિરે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાયો,દિવ્ય રોશની અને નૃત્યનો સંગમ જોવા મળ્યો

ગુજરાતના સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ( Sun Temple) માં આજે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાયો હતો.  સીએમ વિજય રૂપાણીએ ઇ-ઉદ્ધાટન કર્યું હતું

  • tv9 webdesk33
  • Published On - 8:58 AM, 24 Jan 2021
mehsana uttaradh (1)

ગુજરાતના સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ( Sun Temple) માં આજે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાયો હતો. જેનું  સીએમ વિજય રૂપાણીએ ઇ-ઉદ્ધાટન કર્યું હતું. કોરોના મહામારીમાં નિયમોનું ઉલ્લંઘન ન થાય તેના માટે 200 આમંત્રિત મહેમાનો બોલાવવામાં આવ્યા છે અને તેમની  વચ્ચે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાયો છે. મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવમાં દિવ્ય રોશની વચ્ચે નૃત્ય અને સંગીતનો આજે સંગમ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે  ગુજરાતમાં મહત્તમ સૂર્ય પ્રકાશ મળે છે. જેને લઈને સૌર ઊર્જા સ્ત્રોત આપણે વિકસાવ્યા છે. તેમજ મોઢેરા ગામને સંપૂર્ણ સોલાર ઉર્જા યુક્તમાં પરિવર્તિત કરી રહયા છીએ.

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ( Sun Temple)નાં સાનિધ્યમાં દર વર્ષે રાજ્ય સરકારદ્વારા શાસ્ત્રીય નૃત્ય ના ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરાતું હોય છે. ઉત્તરાયણ બાદ પ્રથમ શનિ-રવિએ ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવે છે.