VADODARA : મતગણતરીને લઇ વહીવટી તંત્ર સજ્જ, સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત

VADODARA : મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરીને લઈ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. પોલિટેકનિક કોલેજ ખાતે સવારે 9 કલાકથી મતગણતરી હાથ ધરાશે.

| Updated on: Feb 22, 2021 | 4:32 PM

VADODARA : મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરીને લઈ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. પોલિટેકનિક કોલેજ ખાતે સવારે 9 કલાકથી મતગણતરી હાથ ધરાશે. સૌ પહેલા પોસ્ટલ બેલેટ પછી EVMની ગણતરી કરાશે. વડોદરામાં તૈયાર કરાયેલા 8 સ્ટ્રોંગરૂમ પર પોલીસ અને પેરામિલિટરી ફોર્સના જવાનોની ટુકડી તૈનાત કરાઈ છે. મતગણતરી દરમિયાન અધિકૃત વ્યક્તિને જ અંદર પ્રવેશ મળશે. 12 મતગણતરી રૂમમાં 6 રિટર્નિંગ ઓફિસર ફરજ પર રહેશે. આ ઉપરાંત દરેક રિટર્નિંગ ઓફિસર દીઠ વધારાનો ગણતરી રૂમ બનાવાયો છે. કોરોનાને ધ્યાનમાં રાખી સ્ટાફને એક હેલ્થ કિટ આપવામાં આવી છે. આ સાથે જ આરોગ્ય વિભાગની એક ટીમ પણ તૈનાત રહેશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">