West Bengal : જલપાઇગુડીમાં ગંભીર અકસ્માતમાં 13ના મોત, 18 ઘાયલ

  • Tv9 Webdesk18
  • Published On - 9:46 AM, 20 Jan 2021
West Bengal: 13 killed, 18 injured in Jalpaiguri road mishap

West Bengal : જલપાઇગુડીમાં ધુમ્મસના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ છે. ધુપગુડી વિસ્તારમાં બોલ્ડરથી ભરેલી એક ટ્રક ગત રાતે 9 વાગ્યે અનેક ગાડીઓ સાથે અથડાઇ ગઇ. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા, જ્યારે 18 લોકો ઘાયલ થયા. ઇજાગ્રસ્તોને જલપાઇગુડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જલપાઇગુડીના ASPના જણાવ્યા પ્રમાણે, રોંગ સાઇડમાં આવતી ટાટા મેજિક અને મારુતિ વેન સાથે ટ્રક અથડાતા આ અકસ્માત થયો હતો. પોલીસે ટ્રક ડ્રાઇવરને કસ્ટડીમાં લઇને આગળની કાર્યવાહી શરૂ કરી છે.