શું EPF Taxમાં ફેરફાર થઈ શકે છે? નિર્મલા સીતારામણે કહ્યું ‘સરકાર સમીક્ષા માટે તૈયાર છે’

EPF Tax: ​​Budget 2021માં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે PF પર ટેક્સ જાહેર કર્યો હતો. તે પછી આ વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.

  • TV9 Webdesk25
  • Published On - 21:25 PM, 22 Feb 2021
Can EPF Tax be changed? Nirmala Sitharaman said - the government is ready for review
Finance Minister Nirmala Sitharaman (File Image)

EPF Tax: ​​Budget 2021માં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે PF પર ટેક્સ જાહેર કર્યો હતો. તે પછી આ વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ નાણાપ્રધાને કહ્યું કે સરકાર આ નિર્ણયની સમીક્ષા કરવા તૈયાર છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે, કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (EPF અને NPS) ને મર્જ કરવાની કોઈ યોજના નથી.

 

EPF Tax અંગે નિર્મલા સીતારમણે કહ્યું કે અમે આ નિર્ણય એટલે લીધો, જેથી 15,000 આવક ધારકો EPFમાં ફાળો આપતા અચકાશે નહીં. સરકાર 2.5 લાખની મર્યાદા અંગે ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ આ નિર્ણય પ્રિન્સિપાલ અમાઉન્ટને લગતો છે. આના દ્વારા ફાળો આપનારાઓ પર ટેક્સ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેઓ આ ભંડોળમાં સરેરાશ ભારતીય કમાણી કરતા વધારે ફાળો આપી રહ્યા છે. બજેટની જાહેરાત પછી હવે પ્રોવિડન્ટ ફંડમાં 2.5 લાખથી વધુના રોકાણ પરના વ્યાજ આવકવેરા હેઠળ આવશે. 2.5 લાખ સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ લાગશે નહીં.

 

ત્રણ સ્તરો પર ટેક્સ છૂટ

બજેટની ઘોષણા મુજબ કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અને સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ (VPF)નો સમાવેશ 2.5 લાખની મર્યાદામાં કરવામાં આવ્યો છે. જાહેર ભવિષ્ય નિધિ એટલે કે PPFને અલગ રાખવામાં આવે છે અને નાણાકીય વર્ષમાં 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. કર્મચારી ભવિષ્ય નિધિ EEE (exempt, exempt, exempt) વર્ગ હેઠળ આવે છે. ટેક્સ છૂટનાં ત્રણ સ્તર છે.

 

1). રોકાણ કરવા પર 80C હેઠળ ડિડક્શનનો લાભ,

2). વ્યાજની આવક પણ કરમુક્ત,

3). મેચ્યોરિટી પણ સંપૂર્ણ રીતે કરમુક્ત છે.

પેટ્રોલ અને ડીઝલને GSTમાં સમાવેશની વિચારણા

તેલના વધતાં ભાવો પર નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ મામલે એક સાથે વિચાર કરવો જોઈએ અને સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા અંગે તેમણે કહ્યું કે આ પણ એક વિકલ્પ હશે, જે પછી આખા દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો એક જેવી રહેશે. જીએસટી કાઉન્સિલ દ્વારા આ બાબતે વિચારણા કરવામાં આવશે, પરંતુ હજી પણ આ મામલો કેન્દ્ર અને રાજ્ય બંને સાથે જોડાયેલ છે.

 

આ પણ વાંચો: Gujarat municipal corporation election result 2021 : જાણો છેલ્લી પાંચ ચૂંટણીમાં કયા શહેરમાં કેટલુ થયુ હતુ મતદાન ?