મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર: ઉદ્ધવ સરકારના મંત્રી મંડળમાં 60 ટકા મંત્રી કોરોના પોઝિટીવ

મહારાષ્ટ્રમાં કોરોના (corona) કુદકે અને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે એની અસર હવે મંત્રી મંડળ પર પણ દેખાઈ રહી છે. મહારાષ્ટ્રના ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન છગન ભુઝબલે સોમવારે જણાવ્યું હતું કે તેઓને કોરોના વાયરસથી સંક્રમિત છે.

  • tv9 webdesk37
  • Published On - 17:06 PM, 23 Feb 2021
Corona case in Maharashtra: 60 per cent of ministers in the Uddhav government's cabinet are Corona positive
ઉદ્ધવ ઠાકરે (ફાઈલ ફોટો)

મહારાષ્ટ્રમાં કોરોના (corona) કુદકે અને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે એની અસર હવે મંત્રી મંડળ પર પણ દેખાઈ રહી છે. મહારાષ્ટ્રના ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન છગન ભુઝબલે સોમવારે જણાવ્યું હતું કે તેઓને કોરોના વાયરસથી સંક્રમિત છે. આ બાદ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીઓનો કોરોના પોઝિટીવ હોવાનો આંકડો 60 ટકા પહોંચી ગયો છે. ગયા વર્ષે કોરોના વાયરસથી દેશમાં ખુબ નુકશાન થયું હતું. અહેવાલ અનુસાર એક વર્ષ દરમિયાન મહા વિકાસ આગદી (એમવીએ) સરકારના 43માંથી 26 પ્રધાનો કોરોના પોઝિટીવ છે. એટલું જ નહીં સરકારના પાંચ પ્રધાનો ગત સપ્તાહે પોઝિટીવ જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

 

ભુજબલ ઉપરાંત જળ સંસાધન પ્રધાન જયંત પાટિલ, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પ્રધાન રાજેન્દ્ર શિંગન અને આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી ઓમપ્રકાશ ઉર્ફે બચ્ચુ કાડુને બીજીવાર કોરોનાનો ચેપ લાગ્યો છે. મહારાષ્ટ્રમાં ત્રિ-પક્ષ ગઠબંધન સરકારમાં કોરોનાથી સૌથી વધુ ચેપ એનસીપીના પ્રધાનોને લાગ્યો છે. એનસીપીના કુલ 16 મંત્રીઓમાંથી 13 કોરોના વાઈરસ સકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, કોંગ્રેસના 7 અને શિવસેનાના 5 મંત્રીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે.

 

કોરોનાથી ચેપ લાગનારા અન્ય મંત્રીઓમાં નાયબ સીએમ અજિત પવાર, ગૃહ મંત્રી અનિલ દેશમુખ, ગૃહ નિર્માણ મંત્રી જીતેન્દ્ર આહદ, સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડે, શ્રમ મંત્રી દિલીપ વાલસે પાટિલ, એફડીએ મંત્રી રાજેન્દ્ર શિંગાણે, ગ્રામ વિકાસ મંત્રી હસન મુશરિફ, સહકારી મંત્રી બાલાસાહેબ પાટીલ અને સંજય બંસોડે તેમજ પ્રજાત તનપુરેનું નામ સામેલ છે. જણાવી દઈએ કે સતત ત્રણ દિવસથી કોરોનાના 6 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. સોમવારે મહારાષ્ટ્રમાં 5,210 નવા કેસ જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો: SHARE BAJAR: ઉતાર-ચઢાવના અંતે શેરબજાર નજીવી વૃદ્ધિ દર્જ કરી બંધ થયા