Corona Vaccine: અડધા વિશ્વની નજર Made in India વેક્સિન પર, 92 દેશોએ કર્યો ભારતનો સંપર્ક

ભારતમાં કોરોના સામે લડત આપવા રસીકરણ અભિયાનની શરૂઆત થઇ ગઈ છે. ત્યાર બાદ અન્ય દેશોમાં પણ તેની માંગ વધતી જોવા મળી રહી છે.

Corona Vaccine: અડધા વિશ્વની નજર Made in India વેક્સિન પર, 92 દેશોએ કર્યો ભારતનો સંપર્ક
Made in India vaccine
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 22, 2021 | 9:46 AM

Corona Vaccine: ભારતમાં કોરોના સામે લડત આપવા રસીકરણ અભિયાનની શરૂઆત થઇ ગઈ છે. ત્યાર બાદ અન્ય દેશોમાં પણ તેની માગ વધતી જોવા મળી રહી છે. વિશ્વના 92 દેશોએ Made in India રસી મેળવવા માટે ભારતનો સંપર્ક કર્યો છે. આ ઘટનાથી ભારતની વિશ્વસનીયતા મજબૂત થતી જોવા મળી રહી છે. ગયા શનિવારે કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન શરૂ થયું હતું. અને રસીની આડ અસર ખુબ ઓછી જોવા મળી રહી છે.

આ જોયા બાદ દુનિયાના ઘણા દેશોએ ભારતની રસી લેવામાં રસ દાખવ્યો છે. ડોમિનિકન રિપબ્લિકના વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્કેરીટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોના વેક્સિન મોકલવાની વિનંતી કરી છે. તેમણે તેમના પત્રમાં લખ્યું છે કે હું વિનમ્રતાથી તમને રસી મોકલવા વિનંતી કરું છું, જેથી આપણે આપણા લોકોને આ મહામારીથી બચાવી શકીએ.

આ ઉપરાંત બ્રાઝિને રસી લેવા માટે એક વિશેષ વિમાન ભારત મોકલ્યું છે. રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારોએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને વેક્સિન મોકલવાની વિનંતી કરી છે. ત્યારે બોલિવિયાની સરકારે 5 મિલિયન ડોઝ કોરોના રસી માટે સીરમ સંસ્થા સાથે પણ સંપર્ક કર્યો છે. ભારત સરકાર સદભાવના તરીકે નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમાર સહિતના ઘણા પડોશી દેશોમાં પણ રસી મોકલી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગરૂપે ભારતમાં કોવિશિલ્ડ અને કોવાક્સિન આપવામાં આવી રહ્યા છે. તેમાંથી કોવિશિલ્ડનું નિર્માણ ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા કરવામાં આવ્યું છે. તેનું ઉત્પાદન પુણેની સીરમ ઇન્સ્ટીટયુટ કરી રહ્યું છે. કોવેક્સીન સ્વદેશી રસી છે અને તેનું નિર્માણ ભારત બાયોટેક દ્વારા આઈસીએમઆરના સહયોગથી કરવામાં આવે છે.

પાડોશી દેશો સાથે વેક્સિન મૈત્રી સંબંધ

પડોશી દેશ બાંગ્લાદેશ અને નેપાળ સાથેની મિત્રતા નિભાવતા ભારતે વેક્સિનના 20 લાખ અને 10 લાખ ડોઝ મોકલ્યા હતા. મહામારી સામે લડવા માટે રસીના આ ડોઝ બંને દેશોને વિના મૂલ્યે આપવામાં આવ્યા છે. ભારત ટૂંક સમયમાં મ્યાનમાર અને સેશેલ્સને પણ રસી સપ્લાય કરશે. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે કોવિશિલ્ડના 1.5 મિલિયન ડોઝ મ્યાનમાર મોકલવામાં આવશે. આ અગાઉ બુધવારે રસીના દોઢ લાખ ડોઝ ભૂટાન, માલદિવ્સને એક લાખ ડોઝ મોકલવામાં આવ્યા છે. વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટ કર્યું હતું કે નેપાળને ભારતીય રસી સૌથી પહેલા મળી. અમે સૌથી પહેલા પડોશીઓની મદદ કરી રહ્યા છીએ. અન્ય એક ટ્વિટમાં તેમણે બાંગ્લાદેશ સાથેની વેક્સિન મૈત્રીને પ્રાથમિકતા ગણાવી હતી. ભારતે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં પાડોશી દેશો ભુતાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને સેશેલ્સને વેક્સિન આપવામાં આવશે. જ્યારે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને મોરેશિયસને ત્યારે વેક્સિન આપવામાં આવશે જ્યારે ત્યાંના સંસ્થાઓ ભારતીય વેક્સિનને મંજૂરી આપે છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">