Smriti Irani નો રાહુલ પર પલટવાર, જે ઉત્તર ભારતનું અપમાન કરી રહ્યા છો તેના સાંસદ સોનિયા ગાંધી છે

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ (Rahul gandhi) ઉત્તર ભારતના રાજકારણ અંગે આપેલા નિવેદનનો વિવાદ હજુ પણ યથાવત છે. અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) આ મુદ્દે રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કર્યા છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 11:19 AM, 24 Feb 2021
Smriti Irani's retaliation against Rahul, Sonia Gandhi is the MP of North India who is insulting
Smriti Irani

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ (Rahul gandhi) ઉત્તર ભારતના રાજકારણ અંગે આપેલા નિવેદનનો વિવાદ હજુ પણ યથાવત છે. કેન્દ્રીય મંંત્રી અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani) આ મુદ્દે રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કર્યા છે. સ્મૃતિએ કહ્યું કે રાહુલ જે ઉત્તર ભારતને લઈને જે સવાલ કર્યા છે તેમણે યાદ રાખવું જોઈએ કે સોનિયા ગાંધી અહીંથી સાંસદ પણ છે.

ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ ગાંધી પરિવારનું નિશાન સાધતા કહ્યું કહ્યું કે જો ઉત્તર ભારતની જનતા પ્રત્યે હીન ભાવના છે તો તેઓ ઉત્તર ભારતમાં રાજકારણ કેમ કરી રહ્યા છે. પ્રિયંકા વાડ્રાએ હજી સુધી રાહુલના નિવેદનને નકાર્યું કેમ નથી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જ્યારે ગાંધી પરિવાર ફરીથી અમેઠી પરત ફરશે, ત્યારે તેઓએ આ મામલાનો જવાબ આપવો પડશે. આ સાથે જ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ જે વાત કહી છે તે માફીને લાયક નથી.

એક મીડિયા સાથે વાતચીત કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, રાહુલ બોલ્યો હતો કે જ્યાંથી તે સાંસદ હતો ત્યાંના લોકો બુદ્ધિમાન ના હતા. એ આ વાતનો સંકેત આપે છે અહીંના લોકો સાથે કેટલો ભેદભાવ કરવામાં આવ્યો છે. અહીંના સંસદીય ક્ષેત્રએ 50 વર્ષ સુધી પરિવારનો સાથ આપ્યો આજે તે પરિવારનું જ અપમાન કરી રહ્યા છે. આથી તુચ્છ રાજનીતિ કંઈ હોઈ શકે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલને લાગ્યું કે ઉત્તર ભારતનું અપમાન કરીને તેઓ દક્ષિણ ભારતમાં પોતાનું રાજકારણ ચમકાવી શકશે. શું કોઈ ભારતીય પોતાના નાગરિકોનું અપમાન કરી શકે છે. કોઈપણ વ્યક્તિ ફક્ત ભારતીય લોકોનું અપમાન કેવી રીતે કરી શકે છે.

આ સાથે જ સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, આ પહેલા રાહુલે ગુજરાતનું અપમાન કર્યું હતું. જેનું પરિણામ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે.