Birthday Special, એ 5 ફિલ્મો જેના માટે સદીઓ સુધી દુનિયા યાદ રાખશે સુશાંતને

ટેલીવિઝનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા સુશાંતની આજે જન્મ જયંતિ છે. સુશાંત આજે આપણી વચ્ચે નથી પરંતુ તેના દ્વારા અપાયેલું બેસ્ટ પરફોર્મન્સ આપણી સાથે જ છે. જાણો આ બેસ્ટ પાંચ ફિલ્મો વિષે, જેના માટે તેને હમેશા યાદ કરવામાં આવશે.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 21, 2021 | 9:57 AM
પાત્ર: ઇશાન ભટ્ટ,
ફિલ્મ: કાઈ પો છે (2013)...
કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યા બાદ, સુશાંતે આ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. ત્રણ યુવાની વાર્તા પર બનેલી આ ફિલ્મમાં સુશાંતે ઇશાનનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રને રમતગમત ગમે છે પરંતુ રાજકારણ, વ્યવસાય વગેરેમાં રસ નથી. પરંતુ એક સમય એવો આવે છે જ્યારે ઇશાન અજાણતાં બધું જ કરે છે. સુશાંતની ફિલ્મમાં આ પ્રથમ પરીક્ષા હતી અને તેમાં એ સફળ થયો. ફિલ્મમાં તેના અભિનય માટે ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ અવોર્ડ માટે નોમીનેટ પણ કરવામાં આવ્યો હતો.

પાત્ર: ઇશાન ભટ્ટ, ફિલ્મ: કાઈ પો છે (2013)... કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યા બાદ, સુશાંતે આ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. ત્રણ યુવાની વાર્તા પર બનેલી આ ફિલ્મમાં સુશાંતે ઇશાનનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રને રમતગમત ગમે છે પરંતુ રાજકારણ, વ્યવસાય વગેરેમાં રસ નથી. પરંતુ એક સમય એવો આવે છે જ્યારે ઇશાન અજાણતાં બધું જ કરે છે. સુશાંતની ફિલ્મમાં આ પ્રથમ પરીક્ષા હતી અને તેમાં એ સફળ થયો. ફિલ્મમાં તેના અભિનય માટે ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ અવોર્ડ માટે નોમીનેટ પણ કરવામાં આવ્યો હતો.

1 / 5
પાત્ર રઘુ રામ,
ફિલ્મ: શુદ્ધ દેશી રોમાંસ (2013)...
આ બીજી ફિલ્મમાં સુશાંત રોમેન્ટિક યંગસ્ટર તરીકે જોવા મળ્યો. ફિલ્મના શીર્ષક મુજબ સુશાંત સિંહ રાજપૂતે આ ફિલ્મમાં બે અભિનેત્રીઓ (વાની કપૂર અને પરિણીતી ચોપડા) સાથે અભિનય કર્યો હતો. પડદા પર જે સિનને કરવામાં થોડી ખચક અનુભવતા હોય તેવા સિનને પણ રઘુના પાત્રમાં સુશાંતે બેઝીઝક કર્યા હતા. આ દેશી રોમેન્ટિક ફિલ્મમાં રઘુને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

પાત્ર રઘુ રામ, ફિલ્મ: શુદ્ધ દેશી રોમાંસ (2013)... આ બીજી ફિલ્મમાં સુશાંત રોમેન્ટિક યંગસ્ટર તરીકે જોવા મળ્યો. ફિલ્મના શીર્ષક મુજબ સુશાંત સિંહ રાજપૂતે આ ફિલ્મમાં બે અભિનેત્રીઓ (વાની કપૂર અને પરિણીતી ચોપડા) સાથે અભિનય કર્યો હતો. પડદા પર જે સિનને કરવામાં થોડી ખચક અનુભવતા હોય તેવા સિનને પણ રઘુના પાત્રમાં સુશાંતે બેઝીઝક કર્યા હતા. આ દેશી રોમેન્ટિક ફિલ્મમાં રઘુને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

2 / 5
પાત્ર: મહેન્દ્રસિંહ ધોની,
ફિલ્મ: એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી (2016)....
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આ બાયોપિકમાં સુશાંત સિંહ રાજપૂતે કેપ્ટન કૂલનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ તેની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ. શરૂઆતથી જ મહત્વાકાંક્ષી યુવાન મહેન્દ્રની ભૂમિકામાં સુશાંતે આ ફિલ્મમાં સારુ પ્રદર્શન કર્યું. બિહારમાં જન્મેલા સુશાંતને આ ફિલ્મમાં બિહારી બોલી સાથે કામ કરવાની તક મળી અને તેણે આ ભૂમિકામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો. આ માટે તેને શ્રેષ્ઠ એક્ટરના ફિલ્મફેર એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવ્યો હતા.

પાત્ર: મહેન્દ્રસિંહ ધોની, ફિલ્મ: એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી (2016).... ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આ બાયોપિકમાં સુશાંત સિંહ રાજપૂતે કેપ્ટન કૂલનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ તેની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ. શરૂઆતથી જ મહત્વાકાંક્ષી યુવાન મહેન્દ્રની ભૂમિકામાં સુશાંતે આ ફિલ્મમાં સારુ પ્રદર્શન કર્યું. બિહારમાં જન્મેલા સુશાંતને આ ફિલ્મમાં બિહારી બોલી સાથે કામ કરવાની તક મળી અને તેણે આ ભૂમિકામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો. આ માટે તેને શ્રેષ્ઠ એક્ટરના ફિલ્મફેર એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવ્યો હતા.

3 / 5
પાત્ર: મન્સૂર ખાન,
ફિલ્મ: કેદારનાથ (2018)...
કેદારનાથમાં આવેલી પ્રાકૃતિક આપદાને કેન્દ્રમાં રાખેલી આ ફિલ્મમાં સુશાંતે મુસ્લિમ યુવક મન્સુર ખાનનું પાત્ર ભજવ્યું હતું. મન્સૂર એક હિંમતવાન, પ્રામાણિક અને ચરિત્રનો સાફ વ્યક્તિ હોય છે. જે આપત્તિમાં દરેક ભેદભાવ છોડીને બધાની મદદ કરે છે.

પાત્ર: મન્સૂર ખાન, ફિલ્મ: કેદારનાથ (2018)... કેદારનાથમાં આવેલી પ્રાકૃતિક આપદાને કેન્દ્રમાં રાખેલી આ ફિલ્મમાં સુશાંતે મુસ્લિમ યુવક મન્સુર ખાનનું પાત્ર ભજવ્યું હતું. મન્સૂર એક હિંમતવાન, પ્રામાણિક અને ચરિત્રનો સાફ વ્યક્તિ હોય છે. જે આપત્તિમાં દરેક ભેદભાવ છોડીને બધાની મદદ કરે છે.

4 / 5
પાત્ર: અનિરુધ પાઠક / એની,
ફિલ્મ: છીછોરે (2019)...
ગયા વર્ષે જ રિલીઝ થયેલી ફિલ્મ છીછોરમાં એના પાંચ મિત્રો સાથે મળીને સુશાંત તેના પુત્રોને જીવનના પાઠ ભણાવે છે. કોલેજના દિવસોનું ઉદાહરણ આપીને બાળકને કહે છે કે જીવનમાં નિષ્ફળ થયા પછી પણ ઘણું બધું બચે છે. અને ફરી ફરીને પ્રયાસ કરવાથી એક દિવસ સકસેસ થવાય છે. સુશાંતે ફિલ્મમાં ઉમદા અભિનય કર્યો હતો, આ ફિલ્મને ખુબ વખાણવામાં આવી હતી.

પાત્ર: અનિરુધ પાઠક / એની, ફિલ્મ: છીછોરે (2019)... ગયા વર્ષે જ રિલીઝ થયેલી ફિલ્મ છીછોરમાં એના પાંચ મિત્રો સાથે મળીને સુશાંત તેના પુત્રોને જીવનના પાઠ ભણાવે છે. કોલેજના દિવસોનું ઉદાહરણ આપીને બાળકને કહે છે કે જીવનમાં નિષ્ફળ થયા પછી પણ ઘણું બધું બચે છે. અને ફરી ફરીને પ્રયાસ કરવાથી એક દિવસ સકસેસ થવાય છે. સુશાંતે ફિલ્મમાં ઉમદા અભિનય કર્યો હતો, આ ફિલ્મને ખુબ વખાણવામાં આવી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">