જાણો દસ અભિનેત્રીઓની Income, આલિયા, દીપિકા, કેટરીનાની કમાણી મોટા સ્ટાર જેટલી

કમાણીની બાબતમાં કેટલીક અભિનેત્રીઓ ઘણા મોટા કલાકારો કરતા આગળ છે. આજે તમને કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે બોલીવુડની સૌથી ધનિક છે.

  • tv9 webdesk37
  • Published On - 16:32 PM, 19 Jan 2021
1/10
આ કેટેગરીમાં સૌથી પહેલું નામ આવે છે આલિયા ભટ્ટનું. વર્ષ 2019માં આલિયાની કમાણી 59.12 કરોડ રૂપિયા થઇ હતી. આ કમાણી ફિલ્મ ગલી બોય, કલંક અને ઘણીબધી જાહેરાતો દ્વારા થઇ હતી.
2/10
બીજા નંબર પર આવે છે બીજા નંબર પર. દીપિકાએ 48 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એક રીપોર્ટ અનુસાર આ કમાણી તનિષ્ક, ટેટલી ગ્રીન તરી અને લોરિયલ પેરીસની જાહેરાતોથી થઇ હતી. જોકે વર્ષ 2018માં દીપિકાની ઇન્કમ 112.8 કરોડ રૂપિયા થઇ હતી.
3/10
અનુષ્કા શર્માએ વર્ષ 2019 માં કુલ 28.67 કરોડની ઇન્કમ મેળવી હતી. આ આવક ફિલ્મ 'ઝીરો' અને અન્ય જાહેરાતો દ્વારા થઈ હતી. અનુષ્કા 'Myntra'ની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
4/10
કેટરિના કૈફે વર્ષ 2019 માં 23.63 કરોડની કમાણી કરી હતી. આ કમાણી ફિલ્મ ભારત, ઝીરો અને રીબોક, ટ્રોપિકના, લેન્સકાર્ટ, મેટ્રો શૂ અને ઓપ્પો જેવી બ્રાન્ડની જાહેરાતથી મેળવી હતી.
5/10
વિશ્વમાં પ્રખ્યાત અભિનેત્રી ચૂકેલી પ્રિયંકા ચોપડાની કુલ આવક રૂપિયા 23.4 કરોડ હતી. એક રિપોર્ટ અનુસાર પ્રિયંકા ઇન્સ્ટાગ્રામ પ્રમોશનલ પોસ્ટ માટે 1.92 કરોડ રૂપિયા લે છે.
6/10
પરિણીતી ચોપડાએ વર્ષ 2019 માં 12.5 કરોડની કમાણી કરી હતી. તે ફિલ્મ કેસરીમાં જોવા મળી હતી. આ સિવાય તેણે ઘણી જાહેરાતોથી પણ આવક મેળવી હતી.
7/10
જેક્લીન ફર્નાન્ડીસે છેલ્લા બે વર્ષમાં કોઈ ફિલ્મ કરી નથી, તેમ છતાં ઘણા પ્રોજેક્ટ્સ કર્યા હતા, તેને 9.5 કરોડની કમાણી કરી હતી.
8/10
ર્ષ 2019 માં શ્રદ્ધા કપૂરની આવકમાં ઘણો વધારો થયો. તેણે આ વર્ષે 8.33 કરોડની કમાણી કરી. ફિલ્મ 'સાહો', 'છીછોરે' અને 'ધ બોડી શોપ' ની જાહેરાતો દ્વારા મેળવી હતી.
9/10
કૃતિ સેનને વર્ષ 2019 માં 8.09 કરોડ રૂપિયાની કમાણી કરી. તેણે ફિલ્મ 'લુકા ચૂપ્પી', 'અર્જુન પટિયાલા', 'હાઉસફુલ 4' અને અન્ય જાહેરાતોથી આ રકમ મેળવી હતી.
10/10
આ યાદીમાં સોનમ કપૂર આહુજા 10 માં નંબર પર છે. વર્ષ 2019 માં તેમની આવક 8.5 કરોડ રૂપિયા હતી. તેની બે ફિલ્મ્સ 'એક લાડકી કો દેખા તો ઐસા લગા' અને 'ધ ઝોયા ફેક્ટર' રિલીઝ થઈ હતી.