ગુજરાત જાયન્ટ્સ વુમન

ગુજરાત જાયન્ટ્સ વુમન

ગુજરાત જાયન્ટ્સ એ એક ભારતીય મહિલા ક્રિકેટ ટીમ છે, ગુજરાત સ્થિત વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માંથી ભાગ લે છે. આ ટીમ અદાણી ગ્રુપની માલિકીની છે. ટીમના કોચ માઈકલ ક્લિન્ગર છે અને બેથ મૂની ટીમની કેપ્ટન છે. ઓક્ટોબર 2022માં બીસીસીઆઈએ માર્ચ 2023માં પાંચ ટીમની મહિલા ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાની જાહેરાત કરી હતી. ટુર્નામેન્ટનું નામ જાન્યુઆરી 2023માં વિમેન્સ પ્રીમિયર લીગ રાખવામાં આવ્યું હતું, રોકાણકારોએ તે જ મહિના દરમિયાન બંધ બિડિંગ પ્રક્રિયા દ્વારા ફ્રેન્ચાઇઝીના અધિકારો ખરીદ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ કબડ્ડી ટીમના માલિક અદાણી ગ્રૂપે એક ફ્રેન્ચાઈઝીના અધિકારો ખરીદ્યા હતા.

30 જાન્યુઆરી 2023ના રોજ, મિતાલી રાજ ગુજરાત જાયન્ટ્સમાં મેન્ટર તરીકે જોડાઈ. ફેબ્રુઆરી 2023માં રાચેલ હેન્સની ટીમના મુખ્ય કોચ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. WPL માટે ખેલાડીઓનું ઓક્શન 13 ફેબ્રુઆરી 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાત જાયન્ટ્સે તેમની ટીમ માટે 18 ખેલાડીઓને સામેલ કર્યા હતા.

સપોર્ટ સ્ટાફની વાત કરીએ તો મુખ્ય કોચ માઈકલ ક્લિન્ગર છે, બેટિંગ કોચ તુષાર અરોઠે, બોલિંગ કોચ નૂશીન અલ ખાદીર, ફિલ્ડિંગ કોચ ગેવન ટ્વિનિંગ, મેન્ટર મિતાલી રાજ ભુમિકા ભજવી રહી છે.

Read More

ગુજરાત જાયન્ટ્સને હરાવી દિલ્હી કેપિટલ્સ WPL 2024ની ફાઈનલમાં ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ બની

દિલ્હી કેપિટલ્સ ગયા વર્ષે પણ ફાઈનલમાં જગ્યા બનાવી હતી પરંતુ તેમને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે દિલ્હીએ જોરદાર પ્રદર્શન કર્યું છે અને ફાઈનલમાં પહોંચનાર પહેલી ટીમ બની ગઈ છે. આ વખતે ટાઈટલ માટે તેમનો દાવો પહેલા કરતા વધુ મજબૂત લાગી રહ્યો છે.

દીપ્તિ શર્માની તોફાની ઈનિંગ યુપીને જીત ન અપાવી શકી, ગુજરાતની આ સિઝનમાં બીજી જીત

દિલ્હીના અરુન જેટલી સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેના મુકાબલામાં ગુજરાતે યુપીને 8 રને હરાવ્યું હતું. બેથ મૂનીની કપ્તાનીમાં ગુજરાતે રોમાંચક મુકાબલામાં જીત મેળવતા આગામી રાઉન્ડમાં ક્વોલિફાય થવાની રેસમાં ગુજરાત હજી ટકી રહ્યું છે. જ્યારે યુપીને ક્વોલિફાય થવા હવે બેંગલોર અને ગુજરાતની આગામી મેચમાં હારની પ્રાર્થના કરવી પડશે.

હરમનપ્રીત કૌરની શાનદાર ઈનિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે રોમાંચક જીત અપાવી

દિલ્હીના અરુન જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેના મુકાબલામાં મુંબઈએ ગુજરાતને 7 વિકેટે હરાવ્યું હતું. હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં મુંબઈએ અત્યંત રોમાંચક મુકાબલામાં જીત મેળવી આગામી રાઉન્ડમાં ક્વોલિફાય થનાર પહેલી ટીમ બની હતી. જ્યારે ગુજરાત લગભગ આ હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જ ગયું છે.

ગુજરાત જાયન્ટસને લાગ્યો મોટો ઝટકો, બહાર થઈ સ્ટાર ખેલાડી

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનમાં ગુજરાત જાયન્ટ્સને તેની સ્ટાર ખેલાડી હરલીન દેઓલના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે જે ઈજાના કારણે આખી સિઝન માટે બહાર થઈ ગઈ છે. જાણો કોણ છે આ ખેલાડી.

સતત ચાર મેચમાં હાર બાદ ગુજરાતે આખરે મેળવી પહેલી જીત, બેંગલોરને હરાવી પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું

WPL 2024માં બુધવારે દિલ્હીમાં રમાયેલ આ સિઝનની 13મી મેચમાં ગુજરાત જાયન્ટસે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 19 રને હરાવ્યું હતું. ગુજરાતની આ સિઝનમાં પહેલી જીત છે. આ પહેલા રમાયેલ ચાર મુકાબલામાં ગુજરાતને હાર મળી હતી. ગુજરાતે આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં પણ ખાતું ખોલાવ્યું હતું.

ગુજરાત જાયન્ટ્સની ઓલરાઉન્ડરનું નામ ઈતિહાસના પાન્નામાં લખાયું, વુમન્સ પ્રીમિયર લીગમાં પ્રથમ કન્કશન સબ્સ્ટીટ્યૂટ બની

ગુજરાત જાયન્ટસની ઓલરાઉન્ડર સયાલી સતઘરે મહિલા પ્રીમિયર લીગમાં પહેલી વખત કન્કશન સબ્સ્ટીટ્યૂટ બની, ગુજરાત જાયન્ટસ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વિમન્સ પ્રીમિયર લીગની મેચ દરમિયાન દયાલન હેમલતાનું સ્થાન લીધું હતુ.

WPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સની સતત બીજી જીત, ગુજરાતને 5 વિકેટે હરાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સને ગુજરાતે 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 18.1 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સના 2 મેચમાં 4 પોઈન્ટ થઈ ગયા છે. સાથે જ હરમનપ્રીત કૌરની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

વિમેન્સ પ્રીમિયર લીગ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોઈ શકશો, જાણો

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝન આજે એટલે કે, 23 ફેબ્રુઆરીથી શરુ થશે. વિમેન્સ પ્રીમિયર લીગની સીઝન 2ની શરુઆત બેંગ્લુરુથી થશે. વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની મેચનો સમય તેમજ લાઈવ સ્ટ્રીમિંગ વિશે જાણકરી મેળવો.

શાહરુખાનનો પોઝ આપી ઓસ્ટ્રેલિયન મહિલા કેપ્ટને જીત્યું દિલ, અભિનેતાએ કહ્યું વાહ.., જુઓ વીડિયો

ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 23મી ફેબ્રુઆરીએ વધુ એક બ્લોકબસ્ટર પ્રદર્શન આપવા માટે તૈયાર છે. ત્યારે ગઈકાલે અભિનેતા સ્ટેડિયમ પહોંચ્યો હતો અને ત્યાં હાજર મહિલા ખેલાડીઓને આશ્ચર્યચકિત કરી દીધા. અભિનેતા રિહર્સલ કરતો જોવા મળ્યો હતો. આ રિહર્સલ પછી તે ત્યાં હાજર ખેલાડીઓને મળ્યો અને ઓસ્ટ્રેલિયાની કપ્તાન સાથે આઈકોનિક પોઝ કરી બધાના દિલ જીતી લીધા હતા

વુમન્સ પ્રીમિયર લીગ કેપ્ટન 2 ભારતીય અને 3 વિદેશી ખેલાડી, જુઓ ફોટો

વુમન્સ પ્રીમિયર લીગની શરુઆત થવાને હવે માત્ર કલાકો બાકી છે. ત્યારે આપણે આ લીગના 5 ટીમોના કેપ્ટન વિશે જાણીએ. તો આ લીગમાં 2 ભારતીય અને 3 વિદેશી ખેલાડીઓને કેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે. પરંતુ ખાસ વાત તો એ છે કે, ત્રણેય ખેલાડી વિદેશી છે અને એ પણ ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે.

WPLમાં ગુજરાતની ટીમ બતાવશે દમ, ચાર ટીમો સામે આઠ મેચોમાં ટકરાશે, જાણો કયારે રમાશે મેચ

WPL (વુમન્સ પ્રીમિયર લીગ) ની 23 ફેબ્રુઆરીથી શરૂઆત થવા જઈ રહી છે. જેમાં ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ પાંચ ટીમો ભાગ લેશે. જેમાં એક ટીમ ગુજરાતની પણ છે. ગત વર્ષે અંતિમ સ્થાન પર રહેલી ગુજરાતની ટીમ આ વર્ષે ટોપનું સ્થાન મેળવવા પ્રયાસ કરશે. ગુજરાત જાયન્ટ્સ ટીમ કુલ 8 ગ્રુપ મેચો રમશે એ કન્ફમ છે, ત્યારબાદના રાઉન્ડમાં રમવા માટે ટીમને પોઈન્ટ ટેબલના ટોપ-3માં રહેવું પડશે.

ટૂર્નામેન્ટ પહેલા ગુજરાતને લાગ્યો ઝટકો , WPLની સૌથી મોંઘી ખેલાડી બહાર થઈ

20 વર્ષીય મહિલા ક્રિકેટર કાશવી ગૌતમે વુમન્સ પ્રીમિયર લીગમાં આવતા પહેલા જ ઈતિહાસ રચી દીધો હતો. ફાસ્ટ બોલર સાથે બેટિંગ કરનારી કાશવીને ગુજરાત જાયન્ટસે બેસ પ્રાઈઝથી વધુ કિંમત એટલે કે, 2 કરોડની મોટી રકમમાં ટીમમાં સામેલ કરી હતી.

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
g clip-path="url(#clip0_868_265)">